ડેસ્ટિનેશન વેડિંગ માટે ગોવા ભારતીયોની પહેલી પસંદ છે. વર્ષ 2019માં વેડિંગ ટ્રેન્ડમાં ઘણા ફેરફાર થયા છે. હવે લગ્નની તમામ તૈયારીઓ દુલ્હનની પસંદગી પ્રમાણે કરવામાં આવી રહી છે. ડેસ્ટિનેશન વેડિંગમાં 30 લાખ રૂપિયા સુધી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ડેસ્ટિનેશન વેડિંગમાં નવી પેઢી વધારે રસ બતાવી રહી છે. 2019ના ડેસ્ટિનેશન વેડિંગ ટ્રેન્ડ્રનો રિપોર્ટ ઓયોની અધિકૃત કંપની weddingz.inએ જારી કર્યો છે. 1 જાન્યુઆરીથી 26 ડિસેમ્બર 2019 સુધીના ડેટા વિશ્લેષણ બાદ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 2019માં મુંબઈ અને દિલ્હીમાં થતા લગ્નની સંખ્યા વધારે હતી. પરંતુ ડેસ્ટિનેશન વેડિંગ માટે બીચવાળી જગ્યાને પસંદ કરવામાં આવે છે. હિલ સ્ટેશન પર ડેસ્ટિનેશન વેડિંગ માટે સિમલા, દહેરાદૂન અને મસૂરીને સૌથી વધારે પસંદ કરવામાં આવી હતી. રાજશાહી ઠાઠની જેમ લગ્ન કરનારા લોકો માટે ઉદયપુર અને જયપુરના કિલ્લાઓની સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા હતા.
નવા ટ્રેન્ડ પ્રમાણે, લગ્નમાં નાની-નાની વાતો પણ દુલ્હન નક્કી કરી રહી છે. થીમથી લઈને સ્ટેજની ડિઝાઈન પણ દુલ્હનની પસંદગી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ડેકોરેશનમાં પેસ્ટલ કલરનો દબદબો રહ્યો છે. ભારતીય લગ્ન 1 સપ્તાહ સુધી ચાલે છે. આ દરમિયાન વિવિધ પરંપરાઓ નિભાવવામાં આવે છે. તેમાંથી સૌથી વધારે ભારતીયો મહેંદી સેરેમની પસંદ કરે છે. ત્યારબાદ હલ્દી સેરેમની, સંગીત અને કોકટેલ પાર્ટી કરવામાં આવી હતી.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્નમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી રહી છે. આ ટ્રેન્ડ 2019માં પણ ચાલુ રહ્યો છે. સરેરાશ એક લગ્નમાં 250 લોકો સામેલ થાય છે. સૌથી ઓછા મહેમાનની સંખ્યાવાળા લગ્નમાં 50 મહેમાન હતા. તો બીજી તરફ ગ્રાન્ડ વેડિંગમાં 650 મહેમાનોએ હાજરી આપીને લગ્ન સમારોહનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા