થાઈલેન્ડ-કેન્યાની યુવતીઓને ૨-૨ લાખના કોન્ટ્રાક્ટર ઉપર દેહ વ્યાપાર માટે લવાતી હતી

આણંદ, આણંદ એસઓજી પોલીસે બે દિવસ પૂર્વે સરદાર પટેલ રાજમાર્ગે ઉપર આવેલા ક્રિશ્ના કોર્નર કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલા રોલેક્સ ફેમીલી સ્પામાં છાપો મારીને કુટણખાનું ઝડપી પાડ્યું હતુ. પોલીસે પાંચ થાઈલેન્ડની એક કેન્યાની તેમજ બે મુંબઈની યુવતીઓ સાથે આઠ ગ્રાહકો અને સંચાલકો મળી આવ્યા હતા. પોલીસે સંચાલક વિરૂદ્‌ઘ ગુનો દાખલ કરીને તેની વિધિવત ધરપકડ કરીને પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે જેમાં સંચાલક વિદેશી યુવતીઓને ૧૫-૨૦ દિવસના સમયગાળા માટે વેશ્યાવૃત્તિ કરાવવા માટે ૨-૨ લાખ રૂપિયા લેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે છાપો મારતાં ત્રણ રૂમોમાંથી વિદેશી-મુંબઈની યુવતી સાથે ત્રણ યુવકો કઢંગી હાલતમાં તેમજ સોફા પરથી પાંચ ગ્રાહકો અને અન્ય રૂમમાંથી પણકેટલીક વિદેશી યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્પાના સંચાલક વિપુલકુમાર અશોકભાઈ ડોડીયાને ઝડપી પાડીને રોકડ, મોબાઈલ, ૨૬૪ કોન્ડોમ સહિત કુલ ૧૩૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા વિદેશી યુવતીઓની ગુગલ ટ્રાન્સલેટરના માધ્યમથી પુછપરછ કરતા તમામ યુવતીઓ અગાઉ આ સ્પામાં કામ કરી ગયેલી યુવતીઓની મદદથી સંચાલક વિપુલ ડોડીયાના સંપર્કમાં આવી હતી અને વિઝિટર વિઝા ઉપર ૧૫ થી ૨૦ દિવસ પહેલા જ ભારત આવી હતી અને વિપુલ ડોડીયાના સ્પામાં જ રહેતી હતી જ્યાં જમવા તેમજ રહેવાની વ્યવસ્થા વિપુલ ડોડિયાએ કરી આપી હતી. વિદેશી યુવતીઓને ૧૫ થી ૨૦ દિવસ સુધી સ્પામાં રોકાઈને વેશ્યાવૃત્તિ કરવા બદલ બે-બે લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે મુંબઈની બન્ને યુવતીઓને વિપુલ ડોડીયાએ માસિક ૨૫-૨૫ હજાર રૂપિયા આપવાનું નક્કી કરીને ત્રણેક દિવસ પહેલા જ મુંબઈથી લાવ્યો હતો.

સ્પામાં શરીરસુખ માણવા આવતા ઝડપાયેલા શખ્સોની યાદી

રોલેક્સ ફેમીલ સ્પામાં મસાજના બહાને દેહસુખ માણવા માટે આવેલા શખ્સો પાસેથી વિપુલ ડોડીયા રૂમ ભાડા પેટે ૧-૧ હજાર રૂપિયા વસુલતો હતો જ્યારે યુવતીઓને ગ્રાહકો દ્વારા ૧૫૦૦ થી ૨-૨ હજારની રકમ ચુકવાતી હતી. પકડાયેલા શખ્સોમાં અર્પિતકુમાર શીરીનભાઈ ખ્રિસ્તી (રે.ખ્રિસ્તી ફળિયુ, ઠાસરા), અક્ષય સુભાષભાઈ ટેવાણી (રે. સંતકંવર કોલોની, વારસીયા, વડોદરા), નિકુંજકુમાર ઉર્ફ નીકુ વિનોદભાઈ પરમાર (રે. સાંઈપાર્ક સોસાયટી, વડતાલ રોડ, બાકરોલ), કૈવલ પ્રકાશભાઈ પટેલ (રે. સુણાવ, મોટી ભાગોળ), ગોપાલભાઈ ભરતભાઈ પુરોહિત (રે. ક્રષ્ણનગર સોસાયટી, બોરસદ), કૃષાંગ અમૃતભાઈ પ્રજાપતિ (રે. કલહંસી સોસાયટી,દિયા સિનેમા પાસે, આણંદ), ભાર્ગવ રાઘવભાઈ ચાવડા (રે. નેસ્ટપુજન ફ્લટ, ગણેશ ચોકડી, આણંદ મુળ ભાવનગર)અને હરેશભાઈ ભરતભાઈ ચાવડા (રે. નેસ્ટપુજન ફ્લેટ, ગણેશ ચોકડી, મુળ ભાવનગર)નો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution