"ગર્લ ગેંગ" બન્યું મહિલા ટી-૨૦ વર્લ્ડ કપનું ઓફિશિયલ થીમ સોંગ

માઉન્ટ મંગનુઇ

ન્યુઝિલેન્ડની ગાયિકા જીન વિગમોર દ્વારા ગાયેલું ટ્રેક "ગર્લ ગેંગ" આઈસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ નું સત્તાવાર સોંગ જાહેર કરવામાં આવ્યું છે. વિમેન્સ વર્લ્ડ કપ ૨૦૨૨ ન્યુઝીલેન્ડમાં ૪ માર્ચથી ૩ એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન યોજાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા વિગમોરના હાથમાં વર્લ્ડ કપ ટ્રોફી આપતા માઉન્ટ મોંગાનુઇના બીચ પર એક ઇવેન્ટ દરમિયાન આની ઘોષણા કરવામાં આવી હતી. ગિમોરે કહ્યું જ્યારે તમે વિશ્વ માટે ગીત ગાઓ છો ત્યારે તમને ખબર નથી હોતી કે શું થવાનું છે. તમે માત્ર આશાઓ હોય છે. મેં પણ વિચાર્યું હતું મારે એક થીમ સોંગ બનાવવું જોઈએ, પરંતુ જ્યારે આઇસીસી બોલાવે ત્યારે મને ખૂબ સારું લાગ્યું. હું ખૂબ ઉત્સાહિત છું. "

આઈસીસી મહિલા વર્લ્ડ કપ અગાઉ ૨૦૨૧ માં ૬ ફેબ્રુઆરીથી ૭ માર્ચ દરમિયાન યોજાવાનો હતો, પરંતુ કોરોના રોગચાળાને કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution