અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે બાળકીનું મોત, ભાજપે રાજસ્થાન સરકાર પર સાધ્યું નિશાન

રાજસ્થાન-

જાલોસ જિલ્લાના રાનીવાડા તાલુકામાં આવેલા રોડ ગામમાં અતિશય ગરમી અને પાણી ન મળવાને કારણે 5 વર્ષીય બાળકીનું મોત થયું છે. આ બાળકી સાથે એક વૃદ્ધ મહિલા પણ બેભાન અવસ્થામાં મળી આવી છે. ગામ લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા સૂરજવાડાના સરપંચ કૃષ્ણ રાજપુરોહિત અને રાનીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, રાનીવાડા પોલીસ દ્વારા ખાનગી વાહનમાં મુર્છિત વૃદ્ધાને નજીરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ વૃદ્ધા સારવાર હેઠળ છે.

રાનીવાડાની નજીક રોડા ગામની એક બાળકી મૃત મળી આવી છે, જેની સૂચના જ્યારે સરપંચ કૃષ્ણ રાજપુરોહિત અને રાનીવાડા પોલીસને મળી તો બન્ને ઘટના સ્થળે પહોંચ્યા હતા. સરપંચ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવીને બેભાન મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી. જે બાદ ખાનગી વાહનમાં બેભાન મહિલાને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર રાનીવાડા ખસેડવામાં આવી હતી. જ્યા તેની સારવાર ચાલી રહી છે. આ મૃત બાળકી અને બેભાન વૃદ્ધા મળી આવતા રાનીવાડા પોલીસ દ્વારા તપાસમાં જોડાઇ છે. માસુમ બાળકીના મોત પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, ગહલોત સરકાર, રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી પર નિશાન સાધ્યું હતું. પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું કે, આ એક શરમજનક ઘટના છે. આ સાથે કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે આ ઘટનાને રાજસ્થાન સરકારની ગંભીર બેદરકારી જણાવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution