રાજકોટની હોટલમાં ચોથા માળેથી નીચેપટકાયેલી બાળકીનું મોત

રાજકોટ, રંગીલા રાજકોટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના દરેક એ માતાપિતા માટે લાલબત્તી સમાન છે, જેઓપોતાના સંતાનો મામલે બેદરકારી દાખવે છે. રાજકોટમાં ગોંડલ રોડપાઇનવિન્ટા હોટલમાં રમતા રમતા બાળકી ચોથા માળથી નીચેપટકાઈ હતી. નીચેપટકાતા જ બાળકીનું મોત નિપજ્યુ છે. રાજકોટની હોટલમાં બનેલી આ ઘટના અરેરાટીભરી છે.પુનાના રહેવાસી માનસીબેન કાપડિયાપોતાની દીકરી સાથે રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં સંબંધીને ત્યા સગાઈનો પ્રસંગ હોવાથી તેઓ દિકરી નિત્યા સાથે ધપાઈનવિન્ટા હોટલમાં રોકાયા હતા. જ્યારે કે, તેમનાપતિપુનામાં જ હતા.

હોટલના ચોથા માળે તેમણે રૂમ બૂક કરાવ્યો હતો. ત્યારે નિત્યા ચોથા માળેથી નીચેપટકાઈ હતી. બાળકી દડાની જેમ નીચેપટકાઈ હતી, અને જાેતજાેતામા મોતને ભેટી હતી. જાેકે, હોટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, માનસીબેન મોબાઈલમાં વ્યસ્ત હતા. દીકરી ક્યારે બારીપાસે જતી રહે તેનો તેમને ખ્યાલ રહ્યો ન હતો. જેથી આ ઘટના બની હતી. હોટલપાસે નીચે એક ડ્રાઈવર ઉભો હતો, જેને આ ઘટના બાદ બૂમાબૂમ કરતા લોકો એકઠા થયા હતા. બાળકીપટકાવાની સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે અત્યંત હૃદયદ્રક છે.  બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ બાળકીને સરકારી હોસ્પિટલ માટે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બાળકી મોબાઈલમાં વાત કરતી વેળાએપડી હોવાની તપાસમાં આવ્યું છે. જાેકે, ખરુ કારણ હજુ બહાર આવ્યુ નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution