ગીર સોમનાથ-
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને નાસતા આરોપીઓને ઝડપવા ડ્રાઇવ ચાલી રહી હતી. જે બાબતે રેન્જ I.G.P. મનિન્દર પવાર તથા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સુચના આપતા સુત્રાપાડા ખાતે ચોરીના ગુનામાં આરોપી ઇકબાલ મહમદ સુલતાન પઠાણ રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો હતો. આ આરોપી છેલ્લા નવ વર્ષથી ફરાર હતો. તેને ઝડપી લઇને સુત્રાપાડા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા આરોપીને રાજસ્થાન ખાતેથી L.C.B. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.