ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના તેમજ આજુબાજુના લોકો હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો ત્યારે ખ્રિસ્તી ધર્મમાં મોહ ભંગ થતા પુન ઘરવાપસી કરતા ફતેપુરા તાલુકા પ્રમુખ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના પાંચેક જેટલા પરિવારો થોડા વર્ષ પહેલાં હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો ખ્રિસ્તી ધર્મમાં રહી પોતાનું જીવન ગુજારતા હતા પરંતુ ખ્રિસ્તી ધર્મમાં મોહ ભંગ થતા પુનઃ હિન્દુ ધર્મ અપનાવતા ફતેપુરા તાલુકાના તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પાંચ જેટલા પરિવારોને ભરતભાઈ પારગી દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી ગામમાં હવન માતાના મંદિરે ભજન મંડળી રાખીને એક કુંડી યજ્ઞ કરી તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે આવા કેટલાય પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી પુનઃ હિન્દુ ધર્મ અપનાવશે તેવું જણાવ્યું હતુ