એચ.આઇ.વી ટેસ્ટીંગ માટે જી.જી હોસ્પિટલને રાજ્યમાં પ્રથમ નંબર

જામનગર, જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગને નવજાત શીશુમાં એચઆઇવીનો ફેલાવો અટકે માટે લીધેલા તકેદારીનાં પગલાં તેમજ હાયર ટેસ્ટીંગ બદલ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડો.નલીની આનંદે જણાવ્યું હતુ કે, જી.જી. હોસ્પિટલમાં પ્રસુતી કરાવવા આવતા દરેક મહિલા દર્દીઓના એચઆઇવી ટેસ્ટમાં સમગ્ર રાજ્યમાં જામનગરે પ્રથમ ક્રમાક મેળવ્યો છે. માતાથી બાળકમાં એચઆઇવીનો ચેપ ન પ્રસરે તે માટે જીએસએસી દ્વારા ચાલતા પીપીટીસીટી પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની તમામ મેડીકલ કોલેજમાં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને વર્લ્‌ડ એઈડસ દિવસ અંતર્ગત રાજકોટમાં મમતા કલીનીકમાં સૌથી વધુ એચઆઇવી ટેસ્ટીંગ લોડ એવોર્ડ સન્માનિત કરવામાં આવી છે. આ માટે ડો. નલીની આનંદે સ્ત્રીરોગ અને પ્રસુતી વિભાગના લેબ ટેકનીશીયન, કાઉન્સિલર, રેસીડ્‌ન્ટ ડોકટર્સ, માઇક્રોબાયોલોજી વિભાગ વગેરેની કામગીરીને બિરદાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution