કેલિફોર્નિયા-
અમેરિકામાં યુગલો તેમના નવા આવનારા સંતાન છોકરો છે કે છોકરી તે જાણવા માટે જેન્ડર રિવેલ પાર્ટી યોજે છે અને કેલિફોર્નિયાના જંગલમાં જે આગ ફાટી નીકળી છે તેના માટે એક પાર્ટીમાં એકત્ર થયેલા લોકોએ જે રીતે ફટાકડા ફોડયા તેના કારણે 2800 હેક્ટર વિસ્તારમાં આ આગ ફાટી નીકળી છે.
કેલિફોર્નિયાના ફાયર લો એન્ફોર્સમેન્ટ વિભાગે હવે પાર્ટી યોજનાર યુગલની શોધ ચાલુ કરી છે. હાલ તો 50 ફાયર ફાઈટર અને 4 લશ્કરી હેલિકોપ્ટર આ આગ બુઝાવવા માટે પ્રયત્નશીલ છે. 15 લોકો અત્યાર સુધીમાં આગને કારણે માર્યા ગયા છે. અમેરિકામાં જેન્ડર રિવેલ પાર્ટી વધુને વધુ લોકપ્રિય થઇ રહી છે.
ભારતમાં જ્યારે બાળકની જાતિનું પરિક્ષણ કરવાની મનાઈ છે પરંતુ અમેરિકામાં લેબોરેટરીઓ આ પ્રકારનું પરિક્ષણ કરી આપે છે અને યુગલનું છેક પાર્ટીમાં તેની જાણ કરાઈ છે. જો છોકરી હોય તો ગુલાબી રંગની રોશની કરાઈ છે અને છોકરો હોય તો બ્લ્યુ રંગની રોશની કરીને પરિણામની જાણ કરાઈ છે.