જેમિની એઆઈ અવાજ અને ચિત્ર થકી પૂછાતાં પ્રશ્નનો પણ જવાબ આપવા સક્ષમ

લેખકઃ સિદ્ધાર્થ મણિયાર | 

આજના અદ્યતન યુગમાં એઆઈની બોલબાલા છે. કદાચ કોઈ પણ કામ એવું નહીં હોય જે એઆઈનો ઉપયોગ કરીને થઇ ન શકે. ઓફિસ હોય કે અભ્યાસ એઆઈ બધે જ મદદ કરે છે. આજના યુગમાં યુવાનો માટે એઆઈ એક એવું ટૂલ છે જે બધા જ પ્રશ્નોનો નિરાકરણ છે. એઆઈનો ઉપયોગ કરીને એક્સેલ, વર્કબુક પણ બનાવી શકાય છે. એટલું ન નહીં એઆઈનો ઉપયોગ કરીને અભ્યાસમાં મુંઝવતા પ્રશ્નોનો સરળ ઉપાય પણ મેળવી શકાય છે. ત્યારે હવે, ટેક કંપની ગૂગલ પણ એઆઈ માર્કેટમાં આવી ગઈ છે. ગૂગલ દ્વારા પણ તેની એઆઈ એપ જેમિની લોન્ચ કરી દેવામાં આવી છે. જાેકે, તેને લોન્ચ થયે ઘણો સમય નથી થયો. પરંતુ ગૂગલ દ્વારા હવે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગૂગલ દ્વારા તેના ભારતીય યુઝર્સ માટે જેમિનીને ગુજરાતી, હિન્દી સહિત નવ ભાષાને સપોર્ટિવ બનાવામાં આવી છે. જેમાં ગુજરાતી અને હિન્દી ઉપરાંત બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ કરાયો છે. જેની સત્તાવાર માહિતી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પર આપી છે.

શરૂઆતમાં ગૂગલ દ્વારા જેમિનીને પ્રાથમિક સુવિધાઓ સાથે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, તેની વધારે ભાષાને સપોર્ટિવ અને વધારે એડવાન્સ સુવિધાની સજ્જ કરી રોલઆઉટ કરવામાં આવ્યું છે. ગૂગલ દ્વારા જેમિનીમાં એડવાન્સ સુવિધાઓમાં ડેટા વિશ્લેષણ ક્ષમતાઓ, ફાઇલ અપલોડ્‌સ અને ગૂગલ સંદેશાઓમાં જેમિની સાથે અંગ્રેજી ભાષામાં ચેટ કરવાની ક્ષમતાનો સમાવેશ કરાયો છે.

ગૂગલ દ્વારા જેમિની એપને ભારત ઉપરાંત તુર્કી, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ રોલ આઉટ કરવામાં આવી છે.

હાલમાં જેમિની ઉપરાંત અન્ય એક એઆઈ ટૂલ યુઝર્સ માટે માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં ચેટજીપીટીનો સમાવેશ થાય છે. યુઝર્સ જેમિની, ચેટજીપીટી અને બાર્ડને કોઈપણ પ્રશ્ન પૂછી શકે છે. જેમાં ઈમેઈલ લખવાથી લઈને સીવી લખવા સુધીનું કામ તેને સોંપી શકાય છે. યુઝર દ્વારા માંગવામાં આવેલી માહિતી તે પૂરી પાડે છે. યુઝરની રીલ કે વિડીયો વાયરલ કેવી રીતે કરવો તેનો જવાબ આપવામાં પણ આ એઆઈ ટૂલ સક્ષમ છે. એટલું જ નહીં, પત્નીને ખુશ કરવા માટે પતિએ કઈ કમેન્ટ કરવી કે ભેટ આપવી તેનો જવાબ પણ આ એઆઈ ટૂલ આપી શકે છે.

રીઅલ-ટાઇમમાં યુઝર્સ વાતચીતને ટ્રાન્સલેટ કરી શકે છે

ગૂગલની એઆઈ ટૂલ જેમિનીનો ઉપયોગ કરી યુઝર્સ તેમના પ્રશ્નોના જવાબો બોલીને, ટાઈપ કરીને અને ચિત્ર થકી મેળવી શકે છે. એટલું જ નહીં, તે જ સમયે યુઝર્સ વાતચીતને રિયલ ટાઈમમાં ટ્રાન્સલેટ કરી શકે છે. જેથી અન્ય ભાષામાં થતી વાતચીતમાં કોઈ મુશ્કેલી ન આવે. તેની સાથે સાથે યુઝર્સ જેમિનીનો ઉપયોગ કરીને એલાર્મ, ટાઈમર અને રિમાઇન્ડર પણ સેટ કરી શકે છે. આ ઉપરાંત હવે યુઝર્સ ગૂગલ મેસેજીસ પર પણ જેમિની એઆઈનો ઉપયોગ કરી શકે છે.

એઆઈ જેમિની એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

- એપ ડાઉનલોડ કરવા સૌથી પહેલા પ્લે સ્ટોર પર જાઓ.

- સર્ચ બોક્સમાં 'ગૂગલ જેમિની  ' લખીને સર્ચ કરો.

- હવે તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો

- એપ ઇન્સ્ટોલ થાય પછી યુઝરે ગૂગલ આસિસ્ટન્ટને જેમિની સાથે રિપ્લેસ કરવું પડશે.

જેમિની સ્સ્ન્ેં મોડલ પર આધારિત

જેમિનીને ગૂગલ દ્વારા મેસિવ મલ્ટીટાસ્ક લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ મોડલ  પર આધારિત બનાવાઈ છે. જેમિની મોડલનું અલ્ટ્રા વેરિઅન્ટે તર્ક અને સમજણના કુલ ૩૨ બેન્ચમાર્ક પરીક્ષણોમાંથી પસાર થયું છે. જેમાંથી ૩૦ બેન્ચમાર્ક તેને ચેટજીપીટી -૪ને પાછળ છોડ્યું છે. જયારે જેમિની પ્રોએ ૮ માંથી ૬ બેન્ચમાર્ક પરીક્ષણોમાં ચેટજીપીટીના મફત સંસ્કરણ, જીપીટી ૩.૫ ને પાછળ પાડ્યું છે.

લાર્જ લેંગ્વેજ મોડલને તાલીમ આપવા મોટા ડેટાસેટ્‌સનો ઉપયોગ

લાર્જ લેંગ્વેજ મૉડલ એ ડીપ લર્નિંગ અલ્ગોરિધમ છે. જેને મોટા ડેટાસેટ્‌સનો ઉપયોગ કરીને તાલીમ અપાય છે. તેથી જ તે વિશાળ છે. જે મોડલને ટેક્સ્ટ અને અન્ય સામગ્રીનો અનુવાદ, અનુમાન અને જનરેટ કરવામાં સક્ષમ બનાવે છે. મોટા ભાષાના મોડલ, જેને ન્યુરલ નેટવર્ક્‌સ (દ્ગદ્ગજ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માનવ મગજ દ્વારા પ્રેરિત કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ છે. પ્રોટીન સ્ટ્રક્ચરને સમજવું, સૉફ્ટવેર કોડ લખવા જેવા ઘણા કાર્યો માટે મોટા ભાષાના મૉડલ્સને તાલીમ આપવા માટે મોટા ડેટાસેટ્‌સનો ઉપયોગ કરવામાં આવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution