ગૌતમ અદાણીએ ફરીવાર ૧૦૦ અરબ ડોલર ક્લબમાં સ્થાન મેળવ્યું; તો મુકેશ અંબાણી પહોંચ્યા એક સ્ટેપ નીચે, જાણો નેટવર્થ


મુંબઈ,તા.૨૧

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ" મુજબ ગૌતમ અદાણી ફરીવાર ૧૦૦ અરબ ડોલરના ક્લબમાં સામેલ થયા છે. અદાણીની સંપત્તિમાં સોમવારે ૬૦ મિલિયન ડોલરનો વધારો થયો હતો.

ભારત વૈશ્વિક લેવલ પર પ્રભાવ ઊભો કરી રહ્યો છે, કેમ કે દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગપતિઓ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. એવામાં "બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ" મુજબ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરીવાર ૧૦૦ અરબ ડોલરના ક્લબમાં સામેલ થઈ ગયા છે. અદાણી ગ્રુપના શેરમાં ઇજાફો થતા તેમની સંપતિ વધી છે. અદાણીની સંપતિમાં સોમવારે ૬૦ મિલિયન ડોલરનો વધારો થયો હતો.

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર આ વર્ષમાં ગૌતમ અદાણીની સંપતિમાં ૧૬.૨ અરબ ડોલરની વૃદ્ધિ થઇ છે. વિશ્વના અમીરોના લિસ્ટમાં તે એક સ્થાન આગળ આવ્યા છે, તે ૧૪માં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. તો મુકેશ અંબાણી અમીર વ્યક્તિના લિસ્ટમાં એક સ્થાન પાછળ ખસીને ૧૨માં નંબરે પહોંચ્યા છે. અંબાણીની સંપતિ ૯૬૮ મિલિયન ડોલર વધીને ૧૧૦ અરબ ડોલરે પહોંચી છે. તેમના નેટ વર્થમાં આ વર્ષે ૧૩.૭ અરબ ડોલરનો વધારો થયો છે.

વિશ્વના અમીર વ્યક્તિઓની લિસ્ટમાં અમેરિકાના ઉદ્યોગપતિઓનો ઝલવો છે. વિશ્વના ટોપ ૧૧ અમીર વ્યક્તિઓમાં ૧૦ તો અમેરિકન છે. ટોપ ટેનમાં એક પણ ભારતીય નથી. જાે ટોપ ૨૦ના લિસ્ટની વાત કરવી હોય તો તેમાં પાંચ દેશના ઉદ્યોગપતિઓ સામેલ છે. જેમાં ૧૪ અમેરિકાના, ૨ ભારતના, ૨ ફ્રાન્સના, અને ૧-૧ સ્પેન અને મેક્સિકોના છે.

વિશ્વના ટોપ અમીર વ્યક્તિમાં ફ્રાન્સના બર્નાડ અરનોલ્ટ પ્રથમ નંબર પર છે. તેમની લેટેસ્ટ નેટવર્થ ૨૨૦ અરબ ડોલર છે. બીજા નંબર પર એમેઝોનના જેફ બેજાેસ છે, તેમની નેટ વર્થ ૨૦૭ અરબ ડોલર છે. ત્રીજા નંબર પર ટેસ્લા અને ટ્‌વીટર ઠના માલિક એલન મસ્કની નેટ વર્થ ૧૯૦ અરબ ડોલર છે. માર્ક ઝુકરબર્ગ જે મેટાના ઝ્રઈર્ં છે તેઓ ૧૬૮ અરબ ડોલરની નેટ વર્થ સાથે ચોથા નંબર પર છે, તો લેરી પેઝ ૧૫૬ અરબ ડોલરના નેટ વર્થ સાથે પાંચમા નંબર પર છે.

જાે ભારતના ટોપ પાંચ અમીરોની વાત કરવી હોય તો, તેમાં મુકેશ અંબાણી પ્રથમ નંબર પર છે, બીજા નંબર પર ગૌતમ અદાણી, ત્રીજા નંબર પર ત્નજીઉ ગ્રુપના સાવિત્રી જિંદાલ શ્ ફેમિલી, ચોથા નંબર પર ૐઝ્રન્ ટેક્નોલોજીસના શિવ નાદર છે, તો પાંચમા નંબર પર સન ફાર્માસ્યુટિકલના દિલીપ સંઘવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution