મુંબઇ
બિગ બોસ 14ના ઘરમાંથી બહાર આવ્યા બાદ 'સીનિયર' ગૌહર ખાન પોતાના બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે વધારેમાં વધારે સમય પસાર કરી રહી છે. નવેમ્બર મહિનામાં લગ્ન કરવાના હોવાની ખબરો વચ્ચે લવબર્ડ્સ ગોવા પહોંચ્યા છે અને દરિયાકિનારે બેસીને દિવસો પસાર કરી રહ્યા છે.
ઝૈદ દરબાર અને ગૌહર ખાને ગોવા વેકેશનની કેટલીક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેના પરથી બંને એકબીજાની કંપનીમાં ખુશ હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.
ગૌહર ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દરિયાકિનારે ચાનો આનંદ માણતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'નું સોન્ગ 'ખ્વાબો કે પરિંદે' વાગી રહ્યું છે. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે કે, 'સન, સિપ, સેન્ડ. જીવન સુંદર છે. પ્રેમ માટે આપનો આભાર'.
આ સિવાય તેણે અન્ય જે વીડિયો શેર કર્યો છે તેમાં તે ફૂડની મજા લઈ રહી છે. કેપ્શનમાં લખ્યું છે કે, 'આઈ એમ ફૂડી. તમારું ફેવરિટ ક્યૂઝિન કયું છે? લવ ગોવા કોસ્ટલ ફૂડ'.ગૌહર ખાન અને ઝૈદ દરબાર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. કપલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ખૂબ જ જલ્દી લગ્ન કરવાના છે.
ઝૈદે તેમ પણ કહ્યું હતું કે, 'તેનું મારા પરિવાર સાથેનું બોન્ડિંગ સારું છે અને મારું તેના પરિવાર સાથે. મારો પરિવાર તેને ખૂબ પ્રેમ કરે છે અને કેટલો પ્રેમ કરે છે તેના વિશે તમે વિચારી પણ નહીં શકો. તે અમારી નજીક છે પરંતુ મને લાગે છે કે આખી દુનિયા તેને પ્રેમ કરે છે. મારો આખો પરિવાર, મારા પિતા, માતા, બહેન, ભાઈ દરેકને તે ગમે છે. મારી નાની બહેનને તો તે ખાસ પસંદ છે અને હંમેશા કહેતી રહે છે કે તે ગૌહર જેવી બનવા માગે છે'.