પ્રાણવાયુનાં કારખાનાં

લેખકઃ સુરેશ મિશ્રા | 

દેશભરમાં ફરી ફરીને ચુંટણી પ્રચાર કરીને થાકી ગયેલા મોટા નેતાજીની જેમ આ ઉનાળે ભડભડતું સળગીને સૂરજદાદા હવે થોડા ઠર્યા છે.આગ તો હજુ ધગધગે છે પણ ઉકળાટ થોડો સહ્ય કે કૂણો પડ્યો છે.

આવા સમયે માથે બળતા સૂરજનો દાહક તડકો અને શરીરને અડકતી શીતળ પવનની લહેરખીઓ કેટલી સુખદ અનુભૂતિ આપે.

આ અનુભૂતિ સ્થળ બન્યો વડોદરાનો ગોત્રી લેક ગાર્ડન એટલે કે ગોત્રી સરોવર ઉદ્યાન. આ બગીચો પ્રમાણમાં નવો છે. શહેરના ૧૨૦ જેટલા બગીચાઓ પૈકી લોકબોલીમાં ‘કમાટી બાગ’ અને સુસંસ્કૃત ભાષામાં ‘સયાજી બાગ’ પછી લંબાઈ,પહોળાઈ અને વિસ્તારમાં શહેરના બીજા નંબરના સૌથી મોટા બાગનો દાવો કરી શકે છે.

મનપાએ ગોત્રી તળાવના વિકાસ અને સૌંદર્યવર્ધનના ભાગરૂપે ૨૦૧૮માં આ નવો અને સુવિધાવાળો બગીચો બનાવ્યો. જૂના હયાત વૃક્ષોને અકબંધ રાખીને નવા ઝડપથી ઉગતા વૃક્ષો અને ફૂલછોડ તથા હરિત શિલ્પો ઉછેરીને અહીં આંખ ઠરે એવી જગ્યા વિકસાવવામાં આવી છે.

એક ખાસ વિશેષતા એ છે કે આ બગીચા માટે નીમ કરેલી ૫૩ હજાર ચોરસ મીટર એટલે કે ૫ હેકટર જમીનમાં ૬ જેટલા દેવસ્થાનો હતાં. પરંતુ અહીં ધર્મ અને પ્રકૃતિ વચ્ચે મૈત્રીથી આ દેવસ્થાનોને યથાવત રાખીને હરિયાળીથી આવરી લેવામાં આવ્યાં છે. એનાથી દેવભૂમિ અને પ્રકૃતિધામ,બંનેનું ગૌરવ અકબંધ રહ્યું છે.

રસ્તાની બંને બાજુએ ઔષધ તરીકે ખૂબ ઉપયોગી ગરમાળાના ૧૨૦ વૃક્ષો ઉછેરીને અીઙ્મર્ઙ્મુ કઙ્મટ્ઠદૃટ્ઠિ છદૃીહેી એટલે કે પીત પુષ્પ માર્ગ બનાવવાનું આયોજન છે. ઉછેર પછી ઉનાળામાં જ્યારે પીળા ફૂલોથી આ વૃક્ષો લદાઈ જશે ત્યારે ભરબપોરે જાેનારની આંખોને ઠંડક થશે.

સયાજીરાવ મહારાજના સમયથી વડોદરા ઉદ્યાન નગરી છે. એમણે સયાજીબાગ ઉછેરીને વડોદરાને એક ફેફસું આપ્યું. જે તે વખતના નગર સંચાલકોએ આજવા ખાતે વૃંદાવન ઉદ્યાન ઉછેરીને, વાહનમાં જેમ જॅટ્ઠિી ુરીીઙ્મ હોય એવા એક વધારાના ફેફસાંની ભેટ આપી.આજે શહેરમાં ૧૨૦ જેટલા બગીચા છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૩૨ જેટલા ઉદ્યાનો છે જે તાજી અને ઠંડી હવા દ્વારા શહેરને પ્રફુલ્લિત અને સ્ફૂર્તિલું રાખવાનો પ્રયત્ન કરે છે.

મોટા નાના શહેરી બગીચાઓમાં વ્યાયામના સાધનો અને કસરતની સુવિધાઓ છે જેનો સારો એવો ઉપયોગ લોકો કરે છે.આ સાધનો મફત જાહેર જીમ જેવું કામ આપે છે. શહેરના બગીચાઓના ઉછેરમાં મોહન માળીનું નોંધ લેવી પડે એવું યોગદાન છે. તમને થશે કે મોહન માળી કોણ છે? એમનું નામ તો મોહનભાઈ પટેલ છે. એમણે ઘણાં વર્ષો સુધી મનપાના ઉદ્યાન નિયામક તરીકે શહેરના બગીચાઓ ઉછેરવા અને હરિત શિલ્પ રચનાઓથી એમને નયનરમ્ય બનાવવાની સાધના કરી.એટલે એમને જૂના લોકો મોહન માળીના હુલામણા નામે આજે પણ ઓળખે છે.

બગીચાઓની વાત રમ્ય જ હોય અને ફૂલોનો ગોઠડી માંડો તો પણ સુગંધથી નાક ભરાઈ જાય. વડોદરામાં મહારાષ્ટ્રીયન વસતી નોંધપાત્ર છે અને તેઓ બહુધા વૃક્ષ વનસ્પતિના પ્રેમી હોય છે. સોહામણી નારીના અંબોડલે મઘમઘતા મોગરાના હારની પરંપરા એમની ભેટ ગણી શકાય. વૃક્ષો અને છોડવા ઘરઆંગણે આપણી પોતાની માલિકીના પ્રાણવાયુના કારખાના જેવા છે. જે પોતાના આંગણે વૃક્ષો અને છોડ વાવે છે અથવા જમીનની સુવિધા ન હોય તો કુંડામાં છોડ ઉછેરે છે તેઓ ઓક્સિજનના ઉદ્યોગપતિ જેવા છે. કારણ કે તેમણે ઉછેરેલા વૃક્ષો,છોડવા અને વેલા પ્રાણવાયુના સ્વમાલિકીના કારખાના જેવા છે.

બાળકોને ધર્મ અને નૈતિકતાના સંસ્કારો આપવાની સાથે વૃક્ષપ્રેમી બનાવજાે. કારણ કે પ્રકૃતિનું સૌથી નજીકનું પ્રતીક ઘરઆંગણાના છોડ છે. અને પ્રકૃતિને સાચવવી એ પણ ધર્મ જ છે ને...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution