બિહાર-
બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પરિવારના સાત સભ્યો ગંભીર રીતે દઝાયા હતા.
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના પૂર્ણિયાના બાયસી તાલુકાના ગ્લાવ નામક ગામમાં ઘટી હચી, સાંજના સમયે પરિવારના તમામ સભ્યો ઘરે જ હોવાના કારણે દુર્ઘટનામાં સમગ્ર પરિવાર ઝપેટાયો હતો. પરિવારના ત્રણ બાળકો પણ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.
તપાસમાં સામે આવ્યુ હતું કે, રાંધણ ગેસનો સિલિન્ડર લીક થઇ રહ્યો હતો જેના કારણે ગણતરીના સમયમાં જ સમગ્ર ઘર આગની લપેટમાં આવી ગયુ હતું. આગ લાગતાની સાથે જ ગેસ સિલિન્ડરમાં પ્રંચડ બ્લાસ્ટ થયો હતો, જેમાં સમગ્ર પરિવાર ભોગ બન્યુ હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બાળકોની સંખ્યા વધારે છે. સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે કે, સારવારના અભાવે પાંચ બાળકોના મોત થયા હતા અને હજુ એક ઇજાગ્રસ્ત બાળક ગંભીર સ્થિતિમાં છે.