ગરિમા વર્માઃ એક અભિનય અને મૉડલિંગની માર્ગદર્શિકા

સોશિયલ મીડિયાએ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લોકપ્રિય બનવા માટે મહેનતની સાથે સાથ તમારામાં કાબેલિયત હોય તો તમે ધારી સફળતા મેળવી શકો છો. આજકાલ સામાન્ય લોકો પણ યુટ્યુબ પર વીડિયો બનાવીને અને રીલ્સ બનાવીને ઝડપથી ફેમસ થવાના પ્રયત્નો કરતાં હોય છે પરંતુ તે લોકો લાંબો સમય સુધી સોશિયલ મીડિયામાં ટકી શકતા નથી. ત્યારે આજે આપણે એવી જ એક યુટ્યુબર સાથે ગુજરાતી ટીવી અને મોડલિંગ જગતની જાણીતી અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્ત્વ ગરિમા વર્મા વિશે વાત કરીશું જે આજની યુવા પેઢી માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે.

ગરિમા વર્મા, જેમને જાણીતી રીતે "ગરિમા" તરીકે ઓળખાવામાં આવે છે.૨૩ જુલાઈ ૧૯૯૬ના રોજ હિમાચલ પ્રદેશમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી ગરિમા વર્મા ૨૬ વર્ષનાં છે અને બહુ નાની ઉંમરમાં મોડેલિંગ અને અભિનય ક્ષેત્રમાં સફળતા મેળવી છે.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગરિમાના બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો અભ્યાસમાં તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેમના કારકિર્દીનો માર્ગ મૉડલિંગથી શરૂ થયો અને પછી તેમણે ટેલિવિઝનના વિવિધ ડેઇલી શોઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એ રીતે ધીમે-ધીમે મહેનત કરતાની સાથે હાલમાં, તેઓ લોકપ્રિય ટીવી શો "એક ના દસ્તાન" માં 'જ્યોતિ'ના પાત્રમાં અભિનય કરી રહી છે, જે પાત્ર દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગરિમા વર્મા "ૐટ્ઠૈિ ર્ંઙ્ઘિૈહટ્ઠિઅ ન્ૈકી" નામે યૂટ્યુબ ચેનલ ચલાવી રહી છે, જેમાં ૨૫૦૦થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ અત્યંત સક્રિય છે, અને સતત ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટા અને વિડિઓઝ અપલોડ કરતી રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૧૪૦૦૦થી વધુ ફોલોઅર્સ છે. ગરિમા વર્મા હિન્દુ ધર્મને અનુસરે છે તેમજ ભારતીય નાગરિક તરીકે, તેઓએ ખૂબ જ સક્રિય રીતે અને એકદમ ઉત્સાહિત રીતે પોતાની કારકિર્દી આગળ વધારી છે. આ સમય સુધી, ગરિમા વર્મા પોતાના કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલ તેઓ સિંગલ છે.તેમણે નવાં-નવાં સ્થળો પર ફરવાં જવામાં અને આનંદથી જીવન જીવવાની હોબી બનાવી છે જે તેમને જીવનમાં નવાં અનુભવો પ્રદાન કરે છે. તેમની કારકિર્દી સંબંધિત વાત કરવામાં આવે તો ગરિમા વર્મા એ દરેક એપિસોડ માટે લગભગ ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ રૂપિયાની ફી લે છે. હાલમાં, તેઓ મુંબઇ, મહારાષ્ટ્રમાં કિલ્લા શાનમાં તેમના પરિવાર સાથે રહે છે, જ્યાં તેઓ સુખી અને આનંદિત જીવન વિતાવી રહ્યા છે. ગરિમા વર્મા તેના સોશિયલ મીડિયા પેજ પર તેમના જીવનનાં વિવિધ પાસાઓની ઝલક આપે છે, જેમ કે શૂટ્‌સ, બીઇટીએસ, બ્યુટી, લાઇફસ્ટાઇલ, રૂટિન, રસોઈ અને મુસાફરી. તેમના સ્નેપશોટ્‌સ અને વિડિઓઝમાં, તેઓ તેમના દૈનિક જીવન, સુંદરતા, અને જિંદગીના આનંદને સંભળાવે છે. જ્યારે ગરિમાને પુછવામા આવ્યું કે , "મિસ ઈન્ડિયા પહેલા તમારું સૌથી મોટું સિદ્ધિ શું હતું?" તેમના જવાબમાં, તેઓ કહે છે કે, "મિસ ઈન્ડિયા એ મારી સૌથી મોટી સિદ્ધિ છે, પરંતુ તે પહેલા, જે ટીવી શો અને પેજન્ટોમાં જીત્યાં, તે મહાન સિદ્ધિઓ હતી."

યુવા પેઢી માટે એક સકારાત્મક સલાહ આપતાં, તેઓ કહે છે, "તમે આપણા રાષ્ટ્રના ભવિષ્ય છો, તમારું જાેશ યોગ્ય દિશામાં લગાવો અને તમારા સપનાઓ પર વિશ્વાસ રાખો. જાે તમે તમારી મહેનતની દિશામાં કામ કરો છો, તો તે આપની વાસ્તવિકતા બની જશે." ગરિમા વર્મા માટે પ્રેરણા આપનાર વ્યક્તિ વિશે પૂછતાં, તેઓ કહે છે કે, "મારા જીવનમાં સૌથી વધારે પ્રેરણા આપનાર વ્યક્તિ હું પોતે છું. મારી આંતરિક જ્ઞાન અને સકારાત્મક દ્રષ્ટિકોણ મને નિષ્ફળતાઓ પણ પ્રેરણા આપે છે."

ઉચ્ચ વિચારો અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો હકારાત્મક અભિગમ જ ગરિમા વર્માને એક ઇન્ફલુએન્સર તરીકે અને મોડેલિંગ તરીકે સફળતા અપાવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution