નવરાત્રીમાં ગરબે ઘુમતી ગોરીના સાજશણગાર

નવરાત્રી એ ગુજરાતી લોકજીવનમાં એક અતિ મહત્ત્વપૂર્ણ તહેવાર છે, અને તેમાં પરંપરાગત વસ્ત્રો પહેરવા તથા સ્ટાઇલિશ લૂકમાં ગરબા રમવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક રહે છે. ૨૦૨૪ની નવરાત્રીની ફેશનમાં પરંપરાગત ચણીયાચોળીને આધુનિક ટેક્સચર, ડિઝાઇન અને રંગો સાથે સંયોજિત કર્યું છે. આ રહ્યા ૨૦૨૪નાં ટ્રેન્ડિંગ લૂક..

ચણીયાચોળી એ નવરાત્રીમાં દરેક યુવતીની સૌપ્રથમ પસંદગી હોય છે. ૨૦૨૪માં, ચણીયા અને ચોળી માટે ફ્લોઈ ડિઝાઇન વધુ ટ્રેન્ડમાં છે. ૧૨ મીટરનાં મોટા ઘેરવાળો ચણીયો અને શોર્ટ ચોળી, જેમાં ક્રોપ ટોપ સ્ટાઇલ વધુ લોકપ્રિય છે.

જુદા જુદા ફેબ્રિક અને ટેક્સચર આ વર્ષે વેલવેટ, સિલ્ક, અને ઓર્ગેન્ઝા જેવા સુંદર ફેબ્રિક વધુ ટૂંકા ડિઝાઇનમાં વપરાશે. સાથે જ મિરર વર્ક, ઝરદોશી, અને કાંઠાવાળી કારીગરીનું કામ પણ ખાસ મોહક છે. રંગોનું સંયોજન ટ્રેડિશનલ લાલ, પીળો, અને લીલો રંગ આ વર્ષે પણ પ્રચલિત રહેશે, પણ સાથે આ વર્ષે લવેન્ડર, પિન્ક, ટર્કોઈઝ અને પેસ્ટલ ટોન જેવા આધુનિક રંગોને પસંદ કરાઈ રહ્યું છે. તેમાં પણ ડિઝાઇન બહુપ્રચલિત ‘બાંધણી’, ‘લહેરિયા’, અને 'બ્લોક પ્રિન્ટ’ નું ફરીથી ફેશનમાં આગમન થયું છે. આ ઉપરાંત ટેમ્પલ જ્વેલરી પ્રિન્ટ અને ફ્યુઝન સ્ટાઇલવાળા મોટે ઘેરવાળા સ્કર્ટમાં ટેસલ્સ અને લટકણ ઉમેરાઈ રહ્યા છે.

નવરાત્રીમાં ચણીયા-ચોળી સાથે યોગ્ય રીતે ફૂલો અથવા મિરર વર્ક સાથેનો દુપટ્ટો અજરખનાં દુપટ્ટા, ઘરચોળા ટાઈપ વિન્ટેજ દુપટ્ટા પણ એક મહત્વપૂર્ણ ભાગ બને છે. ૨૦૨૪માં ટ્રેન્ડમાં હાથથી ભરેલા એમ્બ્રોઈડરી કરાવેલો શિફોન,નેટ અથવા બનારસી સ્ટાઇલ દુપટ્ટો રહેશે. દુપટ્ટા પર લેસ, લટકણ,મિરર વર્ક અથવા ઝાલરવાળું તેવા દુપટ્ટા વધુ લોકપ્રિય રહેશે. આ ફેબ્રિક્સમાં એક નવા સ્ટાઇલની ઝલક મળે છે, જેની સાથે એક અદભૂત પરંપરાગત ચમક ઉપલબ્ધ થાય છે.

જ્વેલરીથી જ સંપૂર્ણ લૂક બને છે.૨૦૨૪માં જ્વેલરી ટ્રેન્ડમાં મિનિમલ જ્વેલરી વધુ ફેવરિટ છે. ભારે અને ઝગમગાટવાળી જ્વેલરીની જગ્યાએ આ વર્ષે ફ્યૂઝન સ્ટાઇલ અને લેઈયર્ડ લૂક આપતી જ્વેલરી વપરાશે.

નવરાત્રીમાં ઓક્સિડાઈઝ્‌ડ જ્વેલરીનો દબદબો વર્ષોથી રહ્યો છે. ઓક્સિડાઈઝ્‌ડ ઈયરિંગ્સ અને હાર ફરીથી ફેશનમાં છે. લેયર કરેલા મોતી અને મોટાભાગના રસ્ટિક ટચવાળા ઓક્સિડાઈઝ્‌ડ આભૂષણો ખૂબ જ ફેમસ છે. હાથમાં મોટા એક કંગન અથવા ચૂડીઓ રંગબેરંગી કપડાં ને મેચિંગ વર્કવાળી ચૂડીઓ અત્યારે ઈન ટ્રેન્ડમાં છે. અને હાથમાં સિલ્વર કંગન અથવા કાચની બંગડી વધુ ચલણમાં છે. જાે તમે ટૂંકા સ્લીવવાળી ચોળી પહેરો છો, તો જ્વેલરીમાં મોટાભાગે ગોટલાવાળી અને મિનિમલ ચોકર હાર જ શોભશે.

નવરાત્રીમાં મેકઅપ એ લૂકને સંપૂર્ણ બનાવવા માટે એકદમ જરૂરી છે. મેકઅપ પણ આ વખતે ખૂબ નેચરલ અને મિનિમલ રાખવાનું ટ્રેન્ડ છે, જેથી તમારી વસ્ત્રો અને જ્વેલરી ઝગમગી શકે. ફેસ મેકઅપ ફાઉન્ડેશનનો નેચરલ ટોન પસંદ કરો. ચમકદાર ચીક બોન્સ માટે હાઇલાઇટર અને પિચ કે રોઝી બ્લશનો ઉપયોગ કરો.આઈ મેકઅપ ૨૦૨૪માં સ્મોકી આઈ મેકઅપ અને રંગીન આઈલાઈનર વધુ ટ્રેન્ડમાં છે. ગ્લિટર શેડો અને લાંબી માથા વાળી આઈલેશિસ સાથે આઈમેકઅપ ખાસ ધ્યાન ખેંચશે.લિપસ્ટિકમાં ડાર્ક મેરૂન, રેડ અને પિંક ટોન ટ્રેન્ડમાં છે. મેટ ફિનિશના રંગોનો ઉપયોગ વધુ થઇ રહ્યો છે.

વાળની સ્ટાઇલ પરંપરાનું આધુનિક રૂપ વાળની સ્ટાઈલમાં આ વર્ષે બ્રેડ્‌સ, ફિશટેલ અને લો-બન સ્ટાઈલ વધુ લોકપ્રિય છે. વાળમાં બાંધેલાં ફુલાંથી તમારા લૂકમાં ખાસ નવરાત્રીનો આભાસ આવે છે.જુડાં ડ્રામેટિક લુક આપવા તેને ઓર્ગેનિક ફૂલોથી શણગારવા. અત્યારે આર્ટિફિશિયલ હેર સ્ટાઈલ રેડી મળતી થઈ છે. તેની ફેશન આ વખતે પણ છે.ક્લચર્સ અને પીન ફ્યુઝન સ્ટાઈલને અનુરૂપ સ્ટોનવાળા પીન, ક્લચર્સ, અને મેટલ હેરબેન્ડ આ વર્ષે વધતી જતી માગમાં છે.

નવરાત્રીમાં ફૂટવેર આરામ અને સ્ટાઈલવાળા હોવા જાેઈએ. જેમ વસ્ત્રોમાં સ્ટાઇલ તેમજ આરામનું મહત્વ છે, તેમ જ ફૂટવેરમાં પણ તે જરૂરી છે. ૨૦૨૪માં ટ્રેન્ડમાં ‘મોજડી’ અને ‘જુતિ’ નો સમાવેશ થાય છે, જે તમારા લૂકને પરંપરાગત પણ આરામદાયક બનાવે છે.મોજડી અને જુતિ માં કાચકામ અને મિરર વર્કવાળી રંગીન તેમજ ઘણાં લોકો તેમના સ્પોર્ટ શૂઝને પણ શણગારીને પહેરે છે. તેવાં ફૂટવેર પણ સ્ટાઇલિશ લાગે છે અને ગરબા માટે આરામદાયક પણ છે.

ડ્રેસ કરતા પહેલા સંપૂર્ણ લૂકની વિચારણા કરો, જેમાં ફેશન તથા આરામ બંનેનો ખ્યાલ હોય.

જાે તમે વધારે રંગબેરંગી ચણીયા-ચોળી પસંદ કરો છો, તો જ્વેલરીને મિનિમલ રાખો.વેસ્ટર્ન તથા ટ્રેડિશનલ ફ્યુઝનમાં એક હળવો બેલેન્સ રાખવો, જેથી આબેહૂબ લાગે.૨૦૨૪નો ટ્રેન્ડ, પરંપરાગત ગરબા સ્ટાઇલને આધુનિક ટ્રેન્ડ સાથે મળીને તેને વધુ ગ્લેમરસ અને આકર્ષક બનાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution