સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ  તૈયાર કર્યા ગરબા ડ્રેસ, જાણો ખાસીયત

સુરત -

IDT India દ્વારા કોરોના કાળમાં પોલિપ્રપવિલીન ફેબ્રિકમાં ગરબા ડ્રેસનો લુક આપવામાં આવ્યો. આ સાથે માસ્ક સહિત દાંડિયાનો ડિસ્પોઝેબલ કવર તૈયાર કરવામાં આવ્યા છે. આ ડ્રેસની લેયરિંગ આ રીતે કરવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખી શકાય છે.

ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે ડ્રેપ દુપટ્ટા પણ તૈયાર કરવામાં આવ્યું છે .પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસને આકર્ષણ બનાવવા માટે પેચ લગાવવામાં આવ્યા છે. આ ખાસ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસને કોવિડ હોસ્પિટલમાં આપવામાં આવશે, જેથી કોરોના કાળમાં આવતી નવરાત્રીમાં હોસ્પિટલમાં દાખલ લોકો પોતાની તકલીફ ભૂલી આનંદિત થઈ શકે.ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે નવરાત્રીમાં ગરબાનું આયોજન થશે નહીં. કોરોના મહામારીના કારણે એક તરફ ગરબાના આયોજન પર પ્રતિબંધ છે. ત્યારે બીજી બાજૂ સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા છે. આ ડ્રેસ PPE કીટ થકી તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે ટ્રેડિશનલ ડ્રેસનો લુક આપવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution