હિમાચલ પ્રદેશ-
હિમાચલ પ્રદેશના કાંગરામાં 32 વર્ષીય પરિણીત મહિલાની સાથે ગેંગરેપની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાથે સાત લોકોએ દરિંદગીની હદ વટાવી દીધી હતી. આ લોકોએ મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી ગેંગરેપ કર્યો હતો.
પીડિતાની ફરિયાદના આધારે ગગલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના કહેવા મુજબ, તે બનાસો વિસ્તારમાં એક બસ સ્ટેશન પર બસની રાહ જોઈ હતી. ત્યારે ત્યાંથી પસાર થતા આ લોકોએ તેને લિફ્ટ આપવાની ઓફર કરી. આ પછી, તેને સલોલ વિસ્તારમાં એક ફાર્મમાં લઈ ગયો હતો અને તેની સાથે ગેંગરેપ થયો હતો.
પોલીસનું કહેવું છે કે, ફોર્મમાં ગેંગરેપ થયા બાદ બળાત્કારની બીજી ઘટના પીડિતાને મેક્લોડગંજની હોટલમાં લઈ જઈને કરવામાં આવી છે. પોલીસે નજીકના ગામોમાં રહેતા તમામ સાત આરોપીની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
કાંગરાના ડીએસપી સુનિલ રાણાએ જણાવ્યું હતું કે અમે તમામ સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેના અહેવાલની રાહ જોવાઇ રહી છે. પોલીસે હોટલ માલિકની પણ ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે મહિલાને ત્રણ બાળકો છે અને છેલ્લા પાંચ વર્ષથી તે તેના પતિથી અલગ રહે છે.