અમદાવાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરું છું અને મની લોન્ડરિંગનો કેસ થયો છે તેમ જણાવી ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ઝડપાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલો છે. જે ચાઈનીઝ નંબરોનો ઉપયોગ કરીને લોકો પાસેથી ભાડે લીધેલા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. ડિજિટલ એરેસ્ટમાંથી નીકળવા માટે આરોપીઓ ઓનલાઈન વકીલની પણ સગવડ કરી આપવાની વાત કરતા હતા. પોલીસને ૧૪ જેટલા અલગ અલગ એકાઉન્ટ મળ્યા છે અને રાજ્ય દેશમાંથી ૫૪ જેટલી ફરિયાદો થઈ છે. આરોપી ેંજી ડોલરમાં પણ પૈસા કન્વર્ટ કરતો હતો. ઝોન-૧ ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, સોલા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ૯૮,૦૦૦ પડાવ્યા હોવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે ટેકનિકલ એનાલિસિસ કરી પોલીસ દ્વારા મૂળ જૂનાગઢના રહેવાસી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરીએ છીએ અને મની લોન લોન્ડરિંગનો કેસ થયો છે એવી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ તેઓની પાસેથી પૈસા પડાવતા હતા. જાે ડિજિટલ એરેસ્ટમાંથી છૂટવું હોય તો તેઓને ઓનલાઇન વકીલ પણ કરી આપતા હતા.મૂળ જુનાગઢનો અને નિકોલ વિસ્તારમાં શાંતિ નિકેતન ૧માં રહેતો પ્રિન્સ રવિપરા (પટેલ) મૂળ માસ્ટરમાઈન્ડ છે. આરોપી પ્રિન્સ બેન્ક એકાઉન્ટ ભાડે લેતો હતો. બે લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લઇ તેઓને પાંચથી દસ હજાર રૂપિયા આપતો હતો. જેમને પણ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા હતા તેઓના આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાર બાદ તે બેન્ક એકાઉન્ટની વિગત ચાઈનીઝ નંબરોના પ્રોસેસરને મોકલી આપતો હતો. યુએસ ડોલર ખરીદી અને તેમના એકાઉન્ટમાં વધુ રકમ આપતો હતો. વચ્ચે રહેલા એજન્ટને પણ પૈસા ચૂકવતો હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપીઓમાં આરોપી તનવીર અને સાહિલ બંને રીક્ષા ચલાવે છે અને તેઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સંકળાયેલો છે અને તેના મોબાઈલમાંથી ગુજરાત સહિત અન્ય રાજ્યોના અને વિદેશના નંબરો પણ મળી આવ્યા છે. આરોપી પ્રિન્સ અને જૈમિન ગોસ્વામી પણ ૪૪થી ચાઈનીઝ મોબાઈલ નંબરો વાપરતા હતા. આરોપીઓએ બાયનાસ એપ્લિકેશન અને ટેલિગ્રામ મારફતે ચાઈનીઝ પ્રોસેસરોનો સંપર્ક કર્યો હતો. આરોપી પ્રિન્સ ગુગલ ટ્રાન્સલેટ મારફતે ચાઈનીઝ લેંગ્વેજ શિખતો હતો.