અમદાવાદ-
ગાંધીનગર SOG દ્વારા MD ડ્રગ્સ સાથે એક આરોપીની સેક્ટર - વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ શખ્સ ઋષિલ દવે કારમાં MDMA ની 151 જેટલી ટેબલેટ સાથે મળી આવ્યો હતો. જે અંગે પોલીસે NDPS એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ઋષિલ દવેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ ગાંધીનગર ટીમને ચોક્કસ હકીકત મળતા સેક્ટર - વિસ્તારમાં વોચમાં હતા. તે દરમિયાન એક કાર લઈને આવેલા શંકાસ્પદ યુવકને પોલીસે રોકી કારની તપાસ કરતા તેમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે વધુ પૂછપરછ અને તપાસ માટે FSLની મદદ મેળવી ખરાઇ કરતા અને નશાકારક પદાર્થ MD ડ્રગ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે હાલ તો ₹ 7.47 લાખની બજાર કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી ઋષિલ પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતો નીહાલ સાલ્વી નામનું શખ્સ આ ટેબલેટ આપી ગયો હતો અને ત્યારબાદ સેક્ટર 2 વિસ્તારમાં વેચવા માટે ઋષિલ દવે પહોંચ્યો હતો. આમ ગાંધીનગરની ટીમ ને MD પકડવામાં સફળતા મળતાં વોન્ટેડ નિહાલ સાલ્વીને પણ પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.