‘ધાનાણી’ના ગઢમાં ગાબડુંઃ લાઠી કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જાેડાયા

અમરેલી-

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે બન્નો પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે સત્તાધારી પક્ષ અને વિપક્ષની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. જ્યારે બીજી તરફ આ ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પક્ષને સૌથી મોટો ફટકો પડ્યો છે. જેમાં લાઠી કોંગ્રેસના ૧૫ આગેવાનોએ કેસરીયો ધારણ કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડતા કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે.

આ મામલે કોંગ્રેસે હવે મનોમંથનની પણ જરૂર પડી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ આગેવાનોને સાંસદ નારણ કાછડીયા,દિલીપ સંઘાણી, કૌશિક વેકરીયાએ ભાજપમાં આવકર્યા છે. ધનીય છે કે લાઠી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સપેન્ડ કરતા તેઓ ભાજપમાં જાેડાયા છે. સાથે સાથે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન,ન્યાય સમિતિના ચેરમેન,એક સદસ્ય પણ ભાજપમાં જાેડાયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution