વાંસદા તાલુકાના બારતાડ (ખાનપુર ) ગામની તા.૧-૯-૨૦ની ઘટના જેમાં વાંસદા-થી ધરમપુર રોડ નેશનલ હાઈવે નં-૫૬ પર ખાનપુર ગામ આવેલ છે. જે ગામની વસ્તી પાંચ હજારથી વધુ છે.
૧૦૦% આદીવાસી વિસ્તાર છે. આજના આધુનીક અને ટેકનોલોજીના જમાનામાં આજે પણ ડાધુઓ માટે આ ગામમાં સ્મશાનની જેવી બેઝિક સુવિધા તેમજ સ્મશાન ભૂમી સુધી જવા માટે કાચો રસ્તો પણ નથી. આ ગામના લોકોને વર્ષોથી કોઈ મૃત્યુ પડેતો તેનું અંતિમ સંસ્કાર કરવા માંટે નદી ઓળંગીને જવું સ્મશાન સુધી પડે છે.ચોમાસા દરમિયાન નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી માટે રાહ જોવી પડે છે. આ સમસ્યા બાબતે ગામના લોકો વર્ષોથી સ્મશાન સુધી આવન જાવન માટે નાનું કોઝવે જેવુ સ્ટ્રક્ચરના નિર્માણ સાથે રસ્તો બનાવવાની માંગણી કરી રહ્યા છે. સરપંચ ગામના હોવાથી અનેક વખત મૌખીક રજૂઆત કરતા આવ્યા છે તેમજ નિરક્ષર હોવાથી અન્ય કોઈ પણ ફરીયાદ માટે ડર અનુભવતા હોય છે. જેથી તેઓને બારેમાસ તાન નદી અને નિરપણ નદી આબે નદીના સંગમ પાસે નદી ઓળંગીને અને પગદંડી રસ્તે સ્મશાન યાત્રા કરવી પડે રહી છે, આવી ગંભીર સમસ્ય ઓને પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.તેમાં ગ્રામજનોમાં ફરિયાદ ઉઠવા પામી છે.