દિલ્હી-
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સી.ડી.સી.) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે સંપૂર્ણ રસી અપાયેલા લોકો માસ્ક અને સામાજિક અંતરનું પાલન કર્યા વિના આંતરિક (ઇન્ડોર) જગ્યાઓ પર એકઠા થઈ શકે છે.સીડીસીના ડિરેક્ટર રોશેલ વેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, દરરોજ વધુને વધુ લોકો રસી અપાય છે, અમે નવી દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, સામાન્યતા તરફ આ અમારું પહેલું પગલું છે. તેમણે કહ્યું કે, જેમ જેમ ચેપનો દર ઘટશે તેમ અમે અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરીશું.
જો કે, સીડીસી દ્વારા હજી પણ એવું સૂચન કરવામાં આવ્યું છે કે, અમુક લક્ષણો અનુભવતા લોકોએ તાત્કાલિક કોરોના પરીક્ષણ કરાવવું જોઈએ. અધિકારીઓ કહે છે કે, છેલ્લી રસી લાગુ થયાના બે અઠવાડિયા પછી, વ્યક્તિને સંપૂર્ણ રસી યુક્ત (ફુલ્લી વેક્સીનેટેડ) ગણવામાં આવશે. નોંધનીય છે કે યુ.એસ.ની 9 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.