રાજકોટ-
શહેરના અમદુપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકના અપહરણને લઇ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પતિના ભાઈ સાથે ભાગી ગઈ હતી
અને અલગ રહેવા લાગી હતી. પતિને જાણ થતાં તે પોતાના મોટા પુત્રને લઇને ભાગી ગયો હતો. પોલીસે બાળકને પરત અપાવી આરોપીની ધરપકડ કરી છે. અમદુપુરા વિસ્તારમાં વોરાના રોજાના દરવાજા સામે આવેલ કુત્બીમજાર બસ સ્ટેન્ડની બાજુમાં જી.સી.એસ. હોસ્પિટલના કોટની ફુટપાથ ઉપર આરતી અજયભાઇ કચરાજી ઠાકોર(રાવળ) રહે છે.
આરતીના પહેલા લગ્ન અજયના ભાઈ મુકેશ ઠાકોર સાથે થયા હતા. જેનાથી તેને બે બાળકો થયા હતા. જેમાં પાંચ વર્ષનો પ્રવિણ અને બે વર્ષનો ભરત છે. આઠેક દિવસ પહેલા પ્રવિણનું કોઈ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જેને લઇ પોલીસને જાણ કરવામાં આવતાં શહેરકોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી.