અમેરિકન મહિલાના સેક્સ રેકેટમાં નેતાથી લઈને સૈન્ય અધિકારીઓના ગ્રાહકોની યાદીમાં નામથી ખળભળાટ

વોશિગ્યન: હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવનારી એક અમેરિકી મહિલાએ પોતાનો ગુનો કબુલતા હડકંપ મચી ગયો છે. અમેરિકાના ગ્રેટર બોસ્ટન અને વોશિંગ્ટનના વિસ્તારોમાં રાજનેતાઓ, સૈન્ય અધિકારીઓ, વકીલો, કોર્પોરેટ અધિકારીઓને તે સર્વિસ પ્રોવાઈડ કરતી હતી. મહિલા આ હાઈપ્રોફાઈલ લોકોને એશિયન યુવતીઓ મોકલતી હતી. તે કલાક પ્રમાણે ચાર્જ કરતી હતી. રેકેટમાં સામેલ યુવતીઓને ખુબ શાનદાર એપાર્ટમેન્ટમાં રાખવામાં આવતી હતી. તે ફ્લાઈટથી ટ્રાવેલ કરતી હતી. મેસાચુ સેટ્‌સમાં રહેતી ૪૨ વર્ષની મહિલા હાન લીની ગત વર્ષ ૨૦૨૩માં નવેમ્બર મહિનામાં ધરપકડ થઈ હતી. હાન લી સાથે ૩૧ વર્ષની જુનમ્યંગ લી અને ૬૯ વર્ષી જેમ્સ લી પણ પકડાયા હતા. તેમના પર ફેબ્રુઆરીમાં સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો. ડિસેમ્બર ૨૦૨૪માં તેમને સજા સંભળાવવામાં આવશે. તેમને ૨૫ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. બોસ્ટન ફેડરલ કોર્ટમાં મહિલાને દોષિત ઠેરવવા માટે ગત શુક્રવારે રજૂ કરાઈ હતી. તેના પર વેશ્યાવૃત્તિ માટે એશિયન મહિલાઓને ફસાવવાનું ષડયંત્ર રચવાનો અને મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો. જાે કે મહિલાએ કહ્યું કે તે કોઈને પણ જબરદસ્તીથી આ ધંધામાં ખેંચી લાવી નથી. કોર્ટમાં તેણે જણાવ્યું કે જ્યારે તે એક ગેરકાયદેસર દેહવેપાર ચલાવતી હતી ત્યારે તેણે કોઈ પણ મહિલાને સેક્સ વર્કમાં સામેલ થવા માટે મજબૂર કર્યા નથી. કોર્ટને જણાવવામાં આવ્યું કે મહિલા હાન લીએ કેમ્બ્રિજ, વાટરટાઉન. મેસાચુસેટ્‌સ, ફેયરફેક્સ, ટાયસન, વર્જિનિયાના અનેક વેશ્યાલયોમાં તેણે પોતાના ઈન્ટરસ્ટેટ રેકેટને ઓપરેટ કર્યું. અનેક રાજ્યોમાં તેણે વેશ્યાલયો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા. તે એશિયન મહિલાઓને રાજી કરતી હતી અને પછી તેમને તેમની ડિમાન્ડ પ્રમાણે મોકલતી હતી. મહિલાઓના રેકેટમાં સામેલ સભ્યો જ મહિલાઓને ફ્લાઈટની ટિકિટ, અન્ય ટ્રાન્સપોર્ટેશન માટે કોઓર્ડિનેશન કરતા હતા. તેમની વેશ્યાલયોમાં રાત રોકાવવાની વ્યવસ્થા પણ કરતા. હાન લીએ પોતાના સેક્સ રેકેટમાં સામેલ મહિલાઓ કે યુવતીઓ માટે શાનદાર એપાર્ટમેન્ટમાં રોકાવાની વ્યવસ્થા કરેલી હતી. જાે કે પ્રાઈવસી ખાતર જે એપાર્ટમેન્ટ્‌સમાં આ યુવતીઓ રહેતી હતી ત્યાં સેક્સ રેકેટ ચલાવવાનો કે ગ્રાહકોને બોલાવવાની મનાઈ હતી. આ નિયમોનું કડકાઈથી પાલન મહિલાઓએ કરવું પડતું હતું. સેક્સ સર્વિસ માટે હાન લી ગ્રાહકો પાસેથી ૩૫૦ ડોલરથી લઈને ૬૦૦ ડોલર ફી ચાર્જ કરતી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution