તાપી તાપીના સેલટીપાડા ગામના ખેડૂત અજિતભાઈ વસાવાના ઘરે વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાંને બકરીએ જન્મ આપ્યો છે. બકરીના બચ્ચાના કપાળ, આંખ,મોઢું, અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવું જ હોવાનું જાેવા મળ્યું છે. એટલુ જ નહિ, જન્મેલા બચ્ચાની પૂંછડી પણ ન હતી. આ બચ્ચું માત્ર ૧૦ મિનીટ જ જીવિત રહ્યું હતું. તેમજ આ બકરીનું બચ્ચું નાનું બાળક રડે તેમ રડ્યું પણ હતું. બકરીના માલિક અજીતભાઈ વસાવાએ કહ્યું કે, બચ્ચાના ચાર પગ અને કાન જ બકરી જેવા હતા, બાકીનં આખુ શરીર માનવ શરીર જેવું હતું.