સુખી ડેમથી લઈ તરગોડ સુધી કેનાલમાં ઠેર ઠેર ગાબડા અને ઝારી ઝાંખરા ઉગી નિક્ળ્યા

બોડેલી,તા.૨૦

બોડેલીની સુખી સિંચાઈની કચેરીમાં મુખ્ય અધિકારી જ જાેવા મળતા નથી તેમ જ ડેપ્યુટી ઇજનેરો પણ પોતાની ફરજની કચેરીએ હાજર રહેતા નથી તેમ આ વિભાગના ધરતી પુત્રો જણાવી રહ્યા છેદર વર્ષે લાખો અને કરોડો રૂપિયાનું મેન્ટેનન્સ તેમજ નવીન કામ કરતી બોડેલી સુખી સિંચાઈ વિભાગની સ્થિત કચેરીના અંધેર વહીવટ નો બેનમૂન નમૂનો જાેવો હોય તો ડુંગરવાટથી લઈ છેક તરગોડ સુધીની કેનાલ ઉપર વિઝીટ મારવામાં આવે તો આ સુખી સિંચાઈ વિભાગની સુખી ડેમથી નીકળી તરગોળ ડેમ જતી કેનાલ ઉપર ઠેર ઠેર ગાબડા તેમજ કેનાલમાં ઊગી નીકળેલા જાડી જાખરા ચાડી કરતા નજરે પડે છે બોડલી સ્થિત સુખી સિંચાઈ વિભાગની કચેરીના સુખી ડેમથી લઈ તરગોડ સુધી ની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે તેમજ જ્યાં જુઓ ત્યાં સમગ્ર કેનાલ ઉપર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જ્યારે આ મેન કેનાલ માંથી પસાર થતી અનેક માઇનોર કેનાલો માં પણ જ્યાં જુઓ ત્યાં ભંગાણ થયેલું જાેવા મળે છે જ્યારે આ નાની કેનાલોમાં પણ અત્યંત ગીચ જંગલ જેવાઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને આ મુખ્ય કેનાલ તેમજ માઇનોર કેનાલોમાં હિંસક પ્રાણીઓ પણ રહે તે હદે ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જેથી અહીં કેનાલની આસપાસ ખેતરો ધરાવતા ધરતીપુત્રોમાં પણ હિંસક પ્રાણીઓને લઈ ડરનો માહોલ ફેલાયેલો જાેવા મળી રહે છે આગામી ટૂંક સમયમાં ધરતીપુત્રોને શિયાળુ પાક માટે સુખી સિંચાઈ વિભાગ દ્રારા સુખી ડેમમાંથી પાણી છોડી સિંચાઈ માટે આપવાની શરૂઆત કરવાની હોવાનું જાણવા મળ્યું છે તંત્ર દ્વારા આ કેનાલોમાંથી વેડફાટ થતુ પાણી રોકવું હોય તો સૌથી પહેલા આ કેનાલોની મરામત કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે સુખી સિંચાઈ વિભાગની બોડેલીની કચેરીમાં મુખ્ય અધિકારી જ જાેવા મળતા નથી તેમ આ વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution