મુંબઇ
સેલેબ્સે કરવા ચોથનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો. બોલિવૂડની અભિનેત્રીઓ પણ આ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. તમામ અભિનેત્રીઓ પરંપરાગત લુકમાં અદભૂત દેખાતી હતી. આ બધી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શિલ્પા શેટ્ટીની સાથે તેમના પતિ રાજ કુંદ્રાએ પણ કરવાચૌથ પર ઉપવાસ રાખ્યા હતા. આ ખાસ દિવસે શિલ્પા રેડ કલરની સાડીમાં જોવા મળી હતી. માંગમાં સિંદૂર, હાથમાં લાલ રંગની બંગડીઓ, ગળામાં મંગલસૂત્ર… શિલ્પાના સુંદર લૂકને ચાહકોમાં પસંદ આવી રહ્યો છે.
સાથે નીલમ કોઠારી તેના મિત્રો સાથે જોવા મળી હતી. ફોટામાં ભાવના પાંડે, સુનિતા કપૂર સહિત અન્ય લોકો નજરે પડે છે. પરંપરાગત લુકમાં બધા સુંદર દેખાઈ રહ્યા છે સોનમ કપૂરની માતા સુનીતા કપૂર અને અન્ય નીલમ સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટોની સૌથી મોટી હાઇલાઇટ નતાશા દલાલ છે, જે વરુણ ધવનની ગર્લફ્રેન્ડ છે. નતાશાએ વરુણ માટે ઉપવાસ પણ કર્યા હતા.