ગાંધીનગર-
દેશમાં એક તરફ કોરોના કેસ બેફામ તઇ રહ્યા છે તો બીજી તરફ સરકાર યુદ્ધના ધોરણે રસીકરણ પર કામ કરી રહી છે. ત્યારે કોરોના રસીકરણને લઇને કેન્ર સરકારે એક મોટો ર્નિણય કર્યો છે. રસીકરણના વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારે સરકારી અને પ્રાઇવેટ ઓફિસોની અંદર પણ રસી આપવાનો ર્નિણય કર્યો છે. જાે કોઇ પણ સરકારી અને પ્રાઇવેટ ઓફિસમાં ૪૫ વર્ષ કરતા મોટી ઉંમરના લોકોની સંખ્યા ૧૦૦ કે તેથી વધારે હશે તો ત્યાં ઓફિસમાં જ રસીકરણ કેન્દ્ર ઉભું કરાશે અને રસીકરણ કરાશે.
નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલની ટીમ આ કામ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી ૧૧ અપ્રિલથી આ અભયાન લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે રાજ્યોના અધિક મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવોને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં આ માટેના દિશા નિર્દેશોની યાદી પણ સામેલ છે.
જાે ૧૦૦ લાભાર્થીઓ હશએ તો જ જે તે ઓફિસની અંદર રસીકરણ કરવામાં આવશે. એટલે કે જે તે ઓફિસમાં ૪૫ વર્ષ કરતા મોટી ઉંમરના ૧૦૦ જેટલા લોકો કામ કરતા હોવા જાેઇએ. સાથે જ એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે કરમચારીઓના પરિવાર અને બહારના કોઇ વ્યક્તિને આવા કેન્દ્ર પર રસી આપવામાં આવશે નહીં. જિલ્લા અધિકારીઓ અને નગર નિગમના પ્રમુખોની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સ આવા કેન્દ્રને મંજૂરી આપશે.