હવેથી ફ્લેટ ખરીદવા પર માત્ર પઝેશન લેટર જ નહીં, આ ૭ મહત્વના ડોક્યુમેન્ટ્‌સ મળશે


ડ્ઢડ્ઢછમાં ફ્લેટ ખરીદવા પર હવે તમને ૭ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્‌સ પણ સાથે આપવામાં આવશે. આ ર્નિણય ન્ય્ના આદેશ પર લેવાયો છે.હવે ફ્લેટ ખરીદવા પર અલગ અલગ ડોક્યુમેન્ટ્‌સ માટે વિવિધ કચેરીએ જવું નહીં પડે. જે લોકો ડ્ઢડ્ઢછમાં ફ્લેટ ખરીદશે તેમને આનો લાભ થશે. આ ફ્લેટ ખરીદવા પર ડ્ઢડ્ઢછ તમને પજેશન લેટરની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્‌સની ફાઈલ પણ આપશે.

દિલ્લીના ન્ય્ પાસે અનેક ફરિયાદો આવી હતી કે તેમની પાસે ફ્લેટ સબંધિત જરૂરી ડોક્યુમેન્ટ્‌સ નથી. જેથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ફરિયાદને આધારે ન્ય્એ ડ્ઢડ્ઢછને આદેશ કર્યો હતો કે ફ્લેટ ખરીદવા પર માત્ર પજેશન લેટર જ નહીં પણ દરેક જરૂરી ડોક્યુમેન્ટ્‌સ આપવામાં આવે.

ડ્ઢડ્ઢછ હવે ફ્લેટ ખરીદનારને કસ્ટમાઈઝ્‌ડ ફોલ્ડર આપશે. જેમાં ફ્લેટ સંબંધિત ડોક્યુમેન્ટ્‌સ હશે. આ ફાઈલમાં સાત ડોક્યુમેન્ટ્‌સ આપવામાં આવશે. તેમાં પજેશન લેટર,એલોટમેંટ લેટર, પેમેન્ટ રીસીટ, પેજેશન સ્લિપ, પાણી અને વીજળીનું ર્દ્ગંઝ્ર રેરા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને લેઆઉટ પ્લાન સામેલ હશે.અત્યાર સુધી ડ્ઢડ્ઢછમાં ફ્લેટ ખરીદવા પર માત્ર ડિમાન્ડ કમ એલોટમેન્ટ લેટર અને પજેશન લેટર જ આપવામાં આવતો. જેથી આ પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવા માટે વિવિધ ડોક્યુમેન્ટ્‌સ માટે અલગ અલગ કચેરીના ધક્કા ખાવા પડતા. પરંતુ હવે તે ધક્કા બચી જશે.

ડ્ઢડ્ઢછ દ્વારા આ પજેશન સ્લિપનું નવું ફોર્મેટ તૈયાર કરાયું છે. જેમાં પજેશન લેટર લોકોને સાઈટ પર જ સોંપવામાં આવશે. જેનો ફોટો પણ લેવામાં આવશે. આ ફોટોને પણ ફોલ્ડરમાં સામેલ કરાશે. ડ્ઢડ્ઢછ દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલ સિરસપુર, રામગઢ, રોહિણી, લોકનાયકપુરમ, નરેલા હાઉસિંગ સ્કીમમાં ફોલ્ડર આપવાનું શરૂ કરાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution