અમદાવાદ
કુંભ મેળામાં ભાગ લેવા માટે ગુજરાતથી ઉત્તરાખંડ પહોંચેલી એક બસમાંથી 22 શ્રદ્ધાળુઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ બસ ચાર દિવસ પહેલાં ઋષિકેષ આવી હતી અને તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ બસમાં સવાર તમામ 22 મુસાફરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યા છે. તમને જણાવી દઇએ કે સોમવારે જ્યારે તેમનો રિપોર્ટ આવ્યો તો આ તમામ મુસાફરો પરત ફર્યા હતા. બીજી તરફ 24 કલાકમાં ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણના 100થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
મુશ્કેલી એ છે આ તમામ મુસાફરો પરત ફર્યા છે. આ દરમિયાન તે કેટલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા તે કહી શકાય તેમ નથી. મુનિકીરેતીના ડો. જગદીશ ચંદ્ર જોશીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ વિભાગને ટીમ તપોવન મુનિકીરેતીમાં બહારથી આવનાર મુસાફરોના રેંડમ સેમ્પલિંગ કરી રહી છે.
ગત 18 માર્ચના રોજ એક બસને ચેકપોસ્ટ પર અટકાવવામાં આવી હતી. તેમાંથી 22 મુસાફરો સવારો હતા. થર્મલ સ્ક્રીનિંગ દરમિયાન મોટાભાગના મુસાફરોનું તાપમાન વધુ હતું. આ તમામ મુસાફરોના આરટી પીસીઆર સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મુસાફરો અહીંથી જતા રહ્યા. સોમવારે સાંજે આ તમામ મુસાફરોના રિપોર્ટ પ્રાપ્ત થયા. રિપોર્ટ અનુસાર તમામ મુસાફરો સંક્રમિત મળી આવ્યા છે.