યૂ ટ્યૂબ પર બુક રિવ્યૂથી ૮૦ લાખના નેટવર્થની એકેડેમી સુધી...

મયુરી જાદવ શાહ | 

કોલકાતામાં જન્મેલી અને બી.એ. વિથ ઇંગ્લિશ લિટરેચરનો સ્ટડી કરનાર સહેલી ચેટર્જી સોશિયલ મીડિયા માર્કેટિંગ એક્સપર્ટ છે.એન્ડ ૧૦૧ એકેડેમીના ફાઉન્ડર છે.

સહેલીને બાળપણથી જ પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો. બાળપણથી જ જુદા જુદા અનેક પુસ્તકો વાંચવાના કારણે તેમનામાં ક્યા પુસ્તકમાં કેટલું ઉંડાણ છે, તે ક્યો સંદેશો આપે છે, તેની શૈલિ કેવી છે એ બધી બાબતોની સારી સુઝ કેળવાઈ હતી.

પુસ્તકની સમીક્ષા કે રિવ્યુ આમ તો અખબારોમાં અને સામયિકોમાં છપાતાં હોય છે. પરંતુ સહેલી ચેટર્જીએ નવો ટ્રેન્ડ શરૂ કરવાનું વિચાર્યુ. તેણે પોતે જે પુસ્તક વાંચ્યુ હોય તેનો રિવ્યુ યુટ્યુબ વિડીયો બનાવીને રજુ કરવાનું શરૂ કર્યું. એ પણ કેટલા નાની વયે, જાણો છો? જયારે આ યુટ્યુબ ચેનલ શરૂ કરી ત્યારે તે હાઈસ્કુલમાં ભણતા હતાં!

ડિજીટલ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અવિરત મહેનત કરતો રહે તો ક્યારેક ને ક્યારેક તે ક્લિક થઈ જાય છે. સહેલી ચેટર્જી ક્લિક થઈ ચેતન ભગતના પુસ્તકના રિવ્યુથી ! જાણિતા લેખક ચેતન ભગતના પુસ્તકનો રિવ્યુ તેણે યુટ્યુબ પર મુક્યો, તેના પર એક જાણિતા યુટ્યુબર આકાશ બેનર્જીનું ધ્યાન દોરાયું અને તેણે ચેતન ભગતને સહેલીએ આપેલા રિવ્યુ વિશે વાત કરી હતી. આ વિડીયો ઘણો વાયરલ થયો અને યુટ્યુબની દુનિયામાં સહેલી જાણિતી થઈ ગઈ. આ વિડિયોના માધ્યમથી સહેલીને ૨૦ હજાર જેટલા સબસ્ક્રાઈબર મળ્યાં.

સહેલી ભણવામાં ખુબ તેજસ્વી હતાં.૧૫ વર્ષની નાની ઉંમરમાં તેમણે પહેલો પ્રોજેક્ટ કર્યો હતો તે હતો કન્ટેઈન્ટ વેરાઈટીંગનો. ૨૦૧૭ સુધીમાં એમણે યુટ્યુબ પર પોતાનું આગવું સ્થાન જમાવી દીધું હતું અને તે પછી અને ૨૦૨૧માં તેમણે ૧૦૧ એકેડેમીની સ્થાપના કરી. હાલમાં તેમની નેટવર્થ ૮૦ લાખ રૂપિયા છે, અને તેમની પોતાની માસિક આવક ૭૦ હજારથી લઈ બે લાખ સુધીની છે.

સહેલીએ ્યુટ્યુબના માધ્યમથી લોકોને ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમાંથી આવક કેવી રીતે મેળવવી, અને સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી તેનું લોકોને ઉત્તમ માર્ગદર્શન પુરૂ પાડ્યુ છે. આ કારણે પ્રખ્યાત બની ગયેલા આ તેજસ્વી કન્યાને આજે દુર દુરથી સ્પિચ આપવા આમંત્રણો મળે છે. તે ઓનલાઇન કોચિંગ ચલાવે છે અને પોતાના કોર્સ પણ બનાવીને ઓનલાઇન વેચે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution