Friday the 13th : હોલિવુડની અંધશ્રદ્ધા

માત્ર હિન્દુઓ કે ભારતીયો જ નહીં, પણ પાશ્ચાત્ય દેશના લોકો પણ અંધશ્રદ્ધાને કારણે ભયના ઓથાર તળે રહે જ છે. દેશ કોઈ પણ હોય, એ દેશની દશા અને સંસ્કૃતિનાં આધારે શ્રધ્ધાનાં અતિરેકનું અંધશ્રદ્ધામાં લોકલાઈઝેશન થઇ જતું હોય છે. એ ન્યાયે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને હોલિવુડ ઇન્ડસ્ટ્રી પણ એટલી જ અંધશ્રદ્ધાળુ છે, જેટલી હિન્દુ સંસ્કૃતિ અને બોલિવુડ છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જે શુકન ગણાય એ આપણે ત્યાં અપશુકન ગણાય અને એનાથી વિપરીત પણ સંભવ છે.

આજે તારીખ૧૩ છે એટલે વાત કરીએ સંખ્યા ૧૩ની.

આપણી સંસ્કૃતિમાં ૧૩ તારીખનું કોઈ મહત્ત્વ નથી. પણ તિથિ પ્રમાણે તેરસ-ધન તેરસ ખુબ શુકનિયાળ છે. જ્યારે “૧૩મી તારીખ” પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ અશુભ માનવામાં આવે છે.

 વિશ્વમાં અનેક દેશોમાં તારીખ ૧૩ અશુભ ગણાય છે. સ્પેનિશભાષી દેશોમાં મંગળવાર તારીખ ૧૩ને અશુભ -“માર્ટેંસ ૧૩” તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીસમાં પણ મંગળવાર ૧૩મી તારીખને અશુભ માનવામાં આવે છે. કોન્સ્ટાન્ટિનોપલનું પતન મંગળવારે થયું હતું અને તારીખ ૧૩ હતી. અને ‘ગ્રીક-રોમન’ જ્યોતિષશાસ્ત્રમાં પણ મંગળ ગ્રહ(માર્સ)ને યુદ્ધના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, જે અશુભ ગણાય છે.

ઇટાલીમાં પરંપરાગત રીતે નંબર ૧૩ને શુભ માનવામાં આવે છે. પરંતુ શુક્રવાર તારીખ ૧૭ને અશુભ માનવામાં આવે છે. આ અંધશ્રદ્ધા રોમન અંક પ્રણાલીની દેન છે, જ્યાં ૧૭(ઠફૈંૈં)ની ફેરગોઠવણીથી "ફૈંઠૈં" શબ્દ બને છે, જેનો અર્થ છે ‘હું જીવ્યો હતો.’ આમ "ફૈંઠૈં" ને મૃત્યુ સાથે સાંકળી અશુભ માનવામાં આવે છે.

સાયકોલોજીની દ્રષ્ટિથી નંબર ૧૩નો ડર ટ્રિસ્કાઇડેકાફોબિયા તરીકે ઓળખાય છે, જ્યારે ખાસ કરીને શુક્રવાર ૧૩ તારીખનો ડર પેરાસ્કેવિડેકેટ્રિયાફોબિયા તરીકે ઓળખાય છે.

હવે વાત કરીએ તારીખ -૧૩, વાર- શુક્ર અર્થાત Friday the 13th 

ઈસાઈ પરંપરા અનુસાર ઈશુ ખ્રિસ્તનાં “અંતિમ ભોજ”માં ૧૨ જણાં પોતાના હતા અને ૧૩મો અતિથિ હતો, જેનું નામ હતું યહુદા ઈસ્કરિયોતી. તેણે ઈશુ ખ્રિસ્તને દગો આપ્યો હતો. એટલે ૧૩ સંખ્યા અશુભ ગણવામાં આવી. ઉપરાંત ઈશુનું વધસ્થંભ પર ચઢાવવામાં આવ્યા તે દિવસે શુક્રવાર હતો. એટલે સંખ્યા ૧૩ને શુક્રવાર સાથે સાંકળી લેવાઈ.

પાશ્ચાત્ય પૌરાણિક કથા અનુસાર લોકી- કપટી દેવતા, વલ્લાહમાં એક ભોજમાં ગયા ત્યારે તેઓ ૧૩મા અતિથિ હતા. એમના આગમન બાદ ત્યાં અરાજકતા ફેલાઈ ગઈ અને પ્રકાશ તથા આનંદના દેવતા ‘બાલ્ડર’નું મૃત્યુ થયું એટલે એમાં પણ ૧૩ને અશુભ સંખ્યા માનવામાં આવી.

ધાર્મિક, સંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક કારણોસર શ્રધ્ધાનાં અતિરેકનું અંધશ્રદ્ધામાં લોકલાઈઝેશન તો થઇ ગયું. પણ પશ્ચિમી મીડિયા, ખાસ કરીને હોલિવૂડે, Friday the 13th ની અંધશ્રદ્ધાને અનેક દેશોમાં ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. Friday the 13th ને ભયાવહ ગણવાની શરૂઆત એક નવલકથાથી થઈ જેને ૨૦મી સદીમાં પુષ્કળ પ્રસિદ્ધિ મળી હતી. થોમસ ડબલ્યુ લૉસનની નવલકથા ‘ફ્રાઈડે ધ થર્ટીન્થ’માં એક એવા સ્ટોક બ્રોકરની વાર્તા હતી જે વોલ સ્ટ્રીટમાં ખળભળાટ મચાવવા અંધવિશ્વાસનો સહારો લે છે.

૧૯૮૦માં સીન એસ. કનિન્ઘમ દ્વારા નિર્દેશિત Friday the 13th  ફિલ્મે આ અંધશ્રદ્ધાનો ફેલાવો કર્યો. આ ફિલ્મ, એક ઓછી બજેટની હોરર ફિલ્મ હોવા છતાં, ભારે સફળ રહી અને તેની અસંખ્ય સીક્વલ્સ તથા હોરર ફિલ્મોની એક મોટી શ્રેણી તે પછી બનતી રહી. ૧૯૮૦ના દાયકામાં તેણે માત્ર યુએસમાં જ ૪૦ મિલિયનથી વધુની કમાણી કરી. આ ફિલ્મની જ્વલંત સફળતાએ ૧૩ તારીખને હોરર ફિલ્મોની રિલીઝનાં એક પર્યાય તરીકે સ્થાપિત કરી, તેમજ હોલિવૂડ દ્વારા નિર્મિત હોરર ફિલ્મો અને શુક્રવાર ૧૩મી તારીખ વિશેની લોકોની અંધશ્રધ્ધાને વધુ મજબૂત પણ બનાવી.

હોલિવૂડમાં હ્લિૈઙ્ઘટ્ઠઅ ંરી ૧૩ંરનાં રોજ રિલીઝ થયા બાદ સફળ થયેલ ફિલ્મોની યાદીમાં "એપોલો ૧૩" પહેલા સ્થાને આવે છે, જે શુક્રવાર, ૧૩ એપ્રિલ ૧૯૯૫ના રોજ રિલીઝ થઈ હતી.

 રોન હાવર્ડનું નિર્દેશન, ટોમ હેન્ક્‌સ, કેવિન બેકન અને બિલ પેક્સટન દ્વારા અભિનીત આ ફિલ્મે વિશ્વભરમાં ૩૫૫ મિલિયન ડોલરથી વધુ કમાણી કરી અને ૯ એકેડેમી એવોર્ડ્‌સ માટે નામાંકિત થઈ, જેમાંથી બે એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મ એપોલો ૧૩ સ્પેસ મિશનના વાસ્તવિક કથાનક પર આધારિત હતી.

"ધ કેબિન ઇન ધ વુડ્‌સ” ફિલ્મ શુક્રવાર, ૧૩ એપ્રિલ ૨૦૧૨ના દિવસે રિલીઝ થઈ હતી. ડ્રૂ ગોડાર્ડ અને જાેસ વિધોનની આ હોરર-કોમેડી ફિલ્મે હોરર શૈલીમાં નવો ચીલો ચાતર્યો. તેણે ૬૬ મિલિયન ડોલરથી વધુ કમાણી કરી હતી.

૧૩ એપ્રિલ ૨૦૧૮ ને શુક્રવારે આવેલી ફિલ્મ "ડેડપુલ ૨"ની વિશ્વભરમાં કમાણી ૭૮૫ મિલિયન ડોલર હતી. તે રીતે શુક્રવાર, ૧૩ જુલાઈ ૨૦૦૭ના દિવસે આવેલી ફિલ્મ ‘૧૪૦૮’ એ મિકા હોફસ્ટ્રોમ દિગ્દર્શિત મનોવિજ્ઞાનિક હોરર ફિલ્મ, સ્ટીફન કિંગની વાર્તા પર આધારિત હતી અને જ્હોન કુસેક અને સેમ્યુઅલ એલ. જેક્સનના અભિનીત આ ફિલ્મની કમાણી ૧૩૨ મિલિયન ડોલર હતી.

શુક્રવાર, ૧૩ એપ્રિલ ૧૯૪૦ના રોજ રજુ થયેલી ફિલ્મ "બ્લેક ફ્રાઇડે”નું નામ પણ નોંધવું જાેઈએ.

બોરીસ કાર્લોફ અને બેલા લુગોસિ અભિનીત આ ફિલ્મ હિટ થઈ નહતી, પરંતુ સમય સાથે તેને કલ્ટ ક્લાસિક ફિલ્મ તરીકે માન્યતા મળી. બ્રેઈન ટ્રાન્સપ્લાન્ટ અને ગેંગસ્ટર વેંજન્સ જેવા કથાનક સાથે, શુક્રવાર ૧૩મીના મિશ્રણે ફિલ્મને રોમાંચક બનાવી અને લોકોએ માણી.

હોલિવુડમાં ૧૩મી તારીખે અને શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવી એ એક જુગાર છે. એમાં નિષ્ફળ ફિલ્મોની સૂચી પણ છે. એ સૂચિમાં The cabin in the woods(૨૦૧૨), એક હોરર-કોમેડી જેવી ઘણી ફિલ્મો છે જે શુક્રવાર ૧૩મીએ રિલીઝ થઈ હતી.

ઃસિગ્નેચર ઃ

હોરર ફિલ્મો વાસ્તવમાં ડરાવતી નથી, એ આપણામાં રહેલા ડરને ટ્રીગર- ઉજાગર કરી, બહાર કાઢે છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution