ફોન અને મેસેજ કરીને શેર બજારમાં ઈનવેસ્ટમેન્ટની લાલચે ફ્રોડ


મુંબઈ,તા.૧

આજકાલ નવી નવી રીતે બજારમાં ફ્રોડ ચાલી રહ્યા છે. તેમાંથી એક છે શેર બજારમાં ટ્રેડિંગનો. અમુક ઠગ તમને ફોન અને મેસેજ કરીને શેર બજારમાં ઈનવેસ્ટમેન્ટની લાલચ આપે છે તમને હાઈ રિટર્નની લોભામણી લાલ આપીને ફ્રોડ કરે છે.આજકાલ શેર બજારમાં રોકાણ કરી કરોડપતિ બનવા માંગતા લોકોની સંખ્યા કંઈક વધારે જ વધી ગઈ છે. વોટ્‌સએપ પર પણ આ પ્રકારના મેસેજ આવતા રહે છે. તમારી પાસે પણ આ પ્રકારના મેસેજ આવે છે તો સાવધાન થવાની જરૂર છે.

આવા મેસેજ તમને ફસાવી શકે છે. જાે એક વખત તમે તેમાં ફસાઈ ગયા તો તમારૂ એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. આ વિશે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે પણ લોકોને ચેતવ્યા છે.

શેર બજારોએ રોકાણકારોને એલર્ટ કર્યા છે કે તે સોશિયલ મીડિયા પોસ્ટની લાલચમાં ન આવે જે ખાસ ટ્રેડિંગ એપ્સ દ્વારા વધારે નફો અપાવવાની લાલચ આપે છે. ફ્રોડ કરનાર આવા લોકો મોટા બ્રોકર્સ અને મોટા ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર્સના નામ પર રોકાણકારોને હાઈ રિટર્નની લાલચ આપે છે.

એક રિપોર્ટ અનુસાર દ્ગજીઈએ પોતાની ચેતાવણીમાં કહ્યું છે કે અવા મામલા સામે આવ્યા છે જ્યાં ફ્રોડને ઝ્રર્રૈષ્ઠી મ્િર્ૌહખ્ત અને ઇદ્ભ ય્ર્ઙ્મહ્વટ્ઠઙ્મ જીરટ્ઠિીજ શ્ જીીષ્ઠેિૈંૈીજના નામ પર લોકોને છેતર્યા. જાેકે મ્જીઈએ કોઈ પણ બ્રોકરનું નામ નથી લીધુ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution