શિક્ષકની હત્યા બાદ ફ્રાંસે પેરિસની એક મસ્જિદ બંધ કરાવી, 120 સ્થળો પર દરોડા

પેરીસ-

તુર્કી દ્વારા બહિષ્કારના આહ્વાન બાદ પણ ફ્રાંસે શિક્ષક સૈમુઅલ પૈટીનું ગળુ કાપીને હત્યા કર્યાની ઘટના બાદ ઈસ્લામિક કટ્ટરપંથીઓ વિરૂદ્ધ આકરા પગલા ભરવાનું યથાવત રાખ્યું છે. ફ્રાંસે રાજધાની પેરિસના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલા કટ્ટ્રપંથીઓને પોતાનું નિશાન બનાવ્યા છે. ફ્રાંસના અધિકારીઓએ ‘ઈસ્લામિક આંદોલનમાં શામેલ હોવાના’ આરોપસર આ મસ્જિદને જ સીલ કરી દીધી છે.

અધિકારીઓએ મસ્જિદ સાથે સંકળાયેલા લોકો પર શિક્ષક સેમ્યુઅલ પૈટીને નિશના બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ફ્રાંસના અધિકારીઓએ સેમુઅલની હત્યા બાદ તુરંત અને આકરા પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મોટી સંખ્યામાં લોકોની પુછપરછ પણ કરવામાં આવીર અહી છે અને ભવિષ્યની કાર્યવાહી માટે પણ આકરો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ફ્રાંસની સરકારે જાહેરાત કરી છે કે, અત્યાર સુધીમાં 120 સ્થળો અને સંગઠનોની તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ પર કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આતંકવાદીઓને મળતા પૈસા પર પણ પ્રતિબંધ માટે મોટા પ્રમાણમાં યોજના બનાવવામાં આવી રહી છે. આ સાથે શિક્ષકોને મદદ આપવામાં આવશે અને સોશિયલ મીડિયા કંપનીઓ પર દબાણ વધારવામાં આવશે જેથી કરીને ઉશ્કેરણીજનક સામગ્રી પર પ્રતિબંધ લગાવી શકાય.

રિપોર્ટ પ્રમાણે ફ્રાંસે અત્યા સુધી આ પ્રકારની આકરી કાર્યવાહી મૈક્રોના કાર્યકાળ દરમિયાન કોઈ પણ આતંકી હુમલા બાદ નથી કરવામાં આવી. રાજનૈતિક વિશ્લેષક જેરોમે કહ્યુંં હતું કે, ટીચર પર હુમલો એક અલગ જ હતો. તેમાં એક શિક્ષકને નિશાન બનાવવામાં આવ્યો અને તે પણ અત્યંત ક્રુરતાપૂર્વક. ત્યાર બાદ સરકાઅરના વલણમાં આ ફેરફાર આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution