૨૫ મીટર પિસ્તોલની ફાઇનલમાં ચોથા સ્થાને :મનુ ભાકરનું ત્રીજા મેડલનું સપનું ચકનાચૂર

પેરિસ:ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવામાંથી ચૂકી ગઈ છે. મનુ શનિવારે પેરિસ ઓલિમ્પિકમાં ૨૫ મીટર પિસ્તોલમાં ચોથા સ્થાને રહી હતી અને પેરિસમાં તેણીનો ત્રીજાે મેડલ જીતવામાંથી ચૂકી ગઈ હતી. જાે તેણીએ આ ઈવેન્ટમાં મેડલ કબજે કર્યો હોત તો તે એક ઓલિમ્પિકમાં ૩ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ હોત. જાે કે, મનુ ભાકરે પેરિસમાં ૧૦ મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સ અને ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટ્‌સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. શૂટિંગ સેન્સેશન મનુ ભાકર શનિવારે મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલની ફાઇનલમાં કુલ ૨૮ પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી અને પોડિયમ પર સ્થાન મેળવવાથી થોડી વાર ચૂકી ગઈ. ભૂતપૂર્વ યુથ ઓલિમ્પિક ચેમ્પિયન ભાકર પ્રથમ રાઉન્ડ પછી બીજા ક્રમે રહી હતી. ત્યારબાદ ૭મી શ્રેણીના અંત સુધીમાં પણ તે મેડલ જીતવાની સ્થિતિમાં હતી. ૮મી શ્રેણીમાં તેના પાંચમાંથી માત્ર બે શોટ (૧૦.૨ કે તેથી વધુ સ્કોર કરીને) કન્વર્ટ કર્યા પછી, ભાકર ટોપ-૩માં રહેવા માટે શૂટ-ઓફમાં ગઈ. ત્યાં તે હંગેરિયન શૂટર વેરોનિકા મેજરથી આગળ નીકળી ગઈ અને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો. મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલની ફાઇનલમાં કોરિયાની યાંગ જીને ૩૭ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે, યજમાન ફ્રાન્સની શૂટર કેમિલી જેદ્રજેવેસ્કીને ૧૦મી શ્રેણી બાદ શૂટ-ઓફ બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. એક બ્રોડકાસ્ટર સાથે વાત કરતા તેણીએ કહ્યું હું નર્વસ હતી. હું ભવિષ્યમાં પણ ભારત માટે મેડલ જીતવાનો પ્રયાસ કરીશ. મેં મારૂ સર્વશ્રેષ્ઠ આપ્યું અને મારી જાતને શાંત રાખવાની કોશિશ કરી. તેણીએ કહ્યું બે મેડલ જીતવાથી ખુશ છું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution