રાનકુવા,તા.૨૭
ચેપી કોરોનામાં કોરોના વોરિયર્સને પણ પોતાની અ઼ડફેટમાં લઈ રહ્યો છે. નવસારીમાં ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા ઍક ઍલ.આર સહિત ૧૬ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૦૦ને નજીક ૪૯૭ ઉપર પહોચી ગઈ છે જોકે સામે અત્યાર સુધીમાં ૩૦૨ દર્દીઓઍ કોરોને મ્હાત આપતા ડિસ્ચાર્જ થયા છે. બીજી તરફ આજે ચાર વ્યક્તિ ના મોત પણ નીપજ્યા છે.
ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા ઍલ,.આર, ગણદેવી ખાટકીવાડમાં રહેતા ૬૮ વર્ષીય મહિલા, અમલસાડ કાયાતળાવ પાસે રહેતા ૫૦ વર્ષીય મહિલા, દેવસર ચૂમાલીશગાળામાં રહેતા ૩૧ વર્ષીય પુરુષ, ખેરગામ વાવ વાડી ફળિયુ ખાતે રહેતા ૨૭ વર્ષીય યુવક, ચીખલી આમધરા કાતે રહેતા ૨૯ વર્ષીય યુવક, આમધરા ખાતે રહેતા ૨૮ વર્ષીય યુવતી, ગણદેવી ખાપરવાડા ખાતે રહેતા ૩૦ વર્ષીય યુવક, ખેરગામ ખાખરી ફળિયુ ખાતે રહેતા ૪૫ વર્ષીય પુરુષ અને નવસારી શાંતાદેવી રોડ વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષીય મહિલા તેમજ રાનકુવા ચાર રસ્તા ખાતે રહેતી ૩૦ વર્ષીય મહિલા ગણદેવી જવાહર રોડ બીલીમોરા ખાતે રહેતા ૭૮ વર્ષિય પુરુષ તેમજ દશેરા ટેકરી સરસ્વતી મંદિર પાસે રહેતી ૭૨ વર્ષીય મહિલા અને ગણદેવીના આંતલીયા ખાતે જવાહર સોસાયટીમાં રહેતી ૪૪ વર્ષીય મહિલા ચીખલી તાલુકાના ખોડલ ચાર રસ્તા પાસે રહેતા ૩૬ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૪૯૭ ઉપર પહોંચ્યો છે. બીજી તરફ કોરોના ની સારવાર લઈ રહેલા બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ જાન ગુમાવી છે.