વોશિગ્ટન:અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત થયા છે. વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં થયેલા ગોળીબારમાં ૩૦ લોકો ઘાયલ પણ થયા હતા. શાળાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્થિતિ પર નિયંત્રણમાં છે. વિદ્યાર્થીઓને બપોરે રજા આપી દેવામાં આવી હતી.નજરે જાેનારા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો ત્યારે તે કેમેસ્ટ્રીના વર્ગમાં હતો. ૧૭ વર્ષીય કાલ્ડેરાએ એબીસીને જણાવ્યું કે તેના શિક્ષકે દરવાજાે ખોલ્યો અને અન્ય શિક્ષક દોડીને આવ્યા અને તેમને દરવાજાે બંધ કરવાનું કહ્યું કારણ કે એક વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો રૂમમાં એકઠા થયા ત્યારે કોઈએ તેમના વર્ગખંડનો દરવાજાે જાેરથી ખટખટાવ્યો અને તેને ખોલવા માટે ઘણી વખત બૂમો પાડી. જ્યારે દરવાજાે ખટખટાવાનું બંધ થયું તો કાલ્ડેરાએ વધુ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. તેણે લોકોની ચીસો પણ સાંભળી હતી
. આમાંથી સૌથી ભયાનક ઘટના ૨૦૦૭માં વર્જિનિયા ટેક ખાતે બની હતી, જેમાં ૩૦ થી વધુ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડે અમેરિકાના ગન કાયદાઓ અને યુએસ બંધારણમાં બીજા સુધારા અંગે માંગ ઉઠી હતી, જે હથિયાર રાખવાના અધિકારની બાંયધરી આપે છે.રાષ્ટ્રપતિ જાે બાઇડનને ફાયરિંગ વિશે માહિતી આપવામાં આવી છે અને તેમની સરકાર ફેડરલ, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવાનું ચાલુ રાખશે.