છોટાઉદેપુર, તા.૯
પુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા સિહાદા ગામે ઝેરી તાડી પીવાથી ૪ વ્યક્તિ મૃત્યુના મુખમાં સમાઈ ગયા હતા. જયારે એક મહિલા સારવાર હેઠળ છે. તાડના ઝાડ ઉપર મધમાખી મંકોડા ના આવે તે માટે તેના મોટા પાન ઉપર કલોરેમ ફેનિકોલ નામની ઝેરી દવા છાંટવામાં આવી હતી. ગત દિવસે વરસાદ પડતા ઝાડ ઉપર બાંધેલા માટલામાં તાડી સાથે ઝેરી રસાયણિક દવા પણ ભેગી થઇ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ઝેરી તાડી ૪ ગ્રામજનો મૃત્યુના મુખમાં હોમાઈ ગયા હતા જયારે એક મહિલા ની હાલત હાલ સુધારા ઉપર છે.
કવાંટ તાલુકાના સિહાદા ખાતે સિંહાદિ ફળિયામાં રહેતા દેવસિંહ કરશનભાઇ રાઠવા પોતાના જ ઘર આંગણે વાવેલા તાડ ના ઝાડ પરથી તા. ૮-૬ ના રાત્રે ૮.૩૦ કલાકે તાડી ઉતારી હતી. અને દેવસિંગ કરશનભાઇ રાઠવા અને તેના પત્ની ઢેઢડી બેન રાઠવા, પુત્ર સુરેશભાઈ રાઠવા, નાના પુત્ર મનીષ રાઠવા તથા બહેન સંતીબેન ગમજીભાઈ રાઠવા રહે. રુમડીયા એ સાથે મળી આ તાડી પીધી હતી. તબિયત બગાડતા છોટાઉદેપુર ની કેસર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જેમાંથી પતિ, પત્ની અને બન્ને પુત્રોનું સારવાર દરમ્યાન મોત થયું હતું જયારે સંતીબેન ગમજીભાઈ રાઠવા રહે. રુમડીયા હજુ સારવાર હેઠળ છે.