લંડન:સ્વિત્ઝર્લેન્ડની એક અદાલતે બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા પરિવારના ચાર સભ્યોને તેમના નોકરોનો દુર્વ્યવહાર અને શોષણ કરવા બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે હિન્દુજા પરિવારને માનવ તસ્કરીના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. કોર્ટે પ્રકાશ અને કમલ હિન્દુજાને સાડા ચાર વર્ષની અને અજય અને નમ્રતા હિન્દુજાને ચાર વર્ષની સજા સંભળાવી છે.કોર્ટે હિન્દુજા પરિવારને યુએસ ૯૫૦,૦૦૦ નું વળતર અને યુએસ ૩૦૦,૦૦૦ ની પ્રક્રિયા ફી ચૂકવવાનો આદેશ આપ્યો છે, આ મામલો જીનીવામાં હિન્દુજા પરિવારના બંગલા સાથે સંબંધિત છે, જ્યાં પરિવાર રહે છે. ફરિયાદીઓએ હિન્દુજા પરિવારના ચાર સભ્યો – પ્રકાશ હિન્દુજા, તેમની પત્ની કમલ હિન્દુજા, તેમના પુત્ર અજય હિન્દુજા અને તેમની વહુ નમ્રતા હિન્દુજા – પર માનવ તસ્કરી અને ભારતમાંથી કામદારોના શોષણનો આરોપ મૂક્યો હતો. પરિવારના સભ્યો પર કર્મચારીઓના પાસપોર્ટ જપ્ત કરવાનો અને તેમના બંગલામાં ઓવરટાઇમ પગાર વિના દિવસમાં ૧૬ કલાક કે તેથી વધુ કલાક કામ કરવા દબાણ કરવાનો આરોપ હતો. આ પરિવાર સાથે સંકળાયેલા બિઝનેસ એડવાઈઝર નજીબ ઝિયાજી પર પણ આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે શોષણમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. હિંદુજા પરિવારના સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રોમૈન જાેર્ડને ઈમેલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આ ર્નિણયથી નિરાશ થયા છે અને હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે.