શહેરા તાલુકાના સરાડીયા ગામે યુવકની હત્યાના બનાવમાં ચાર આરોપી પકડાયા



શહેરા તાલુકાના સરાડીયા ગામ ખાતે વીજ થાંભલે બાંધીને માર મારવાની ઘટનામાં યુવાનની થયેલી હત્યા મામલે પોલીસે સાત માંથી ચાર આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસ દ્વારા બીજા અન્ય આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવા સાથે વધુ તપાસ હાથધરી હતી.

શહેરા તાલુકાના સરાડીયા ગામ ખાતે લીમડાના ઝાડની ડાળ કાપવા જેવી નજેવી બાબતે સાત ઈસમોએ ૩૪ વર્ષીય યુવાન વિજય પગી ને વીજ થાંભલે બાંધી ને માર મારતા મોત નીપજ્યુ હતુ.પોલીસે આ મામલે સાત વિરુદ્ધ ફરિયાદ નોંધીને આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવાની થયેલ હત્યા મામલે પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા આ બનેલ ઘટનાને લઈને ઝીણવટ ભરી તપાસ કરવામાં આવા સાથે આરત ભાઈ તીતા ભાઇ પગી, કિરણભાઈ આરત પગી, નિલેશ કિરણભાઈ ત્રણ રહે સરાડીયા તેમજ પોપટ વાલમ ભાઈ બારીયા ચલાલી ગામ મળીને કુલ ચાર આરોપી ને પકડી પાડ્યા હતા.જ્યારે સુરેશ રમણ પગી, તેમજ ચલાલી ગામના વિક્રમભાઇ હિમ્મત ભાઈ બારીયા , ફૂલાભાઈ વાલમભાઈ બારીયા પોલીસ શોધખોળ કરી રહી છે.મૃતકના કાકી જશોદા બેન અર્જુન પગી એ પોતાના ભત્રીજાની હત્યાને લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે અને મારા ભત્રીજા ને મારી નાખનારા બધા આરોપીઓને પોલીસ પકડી પાડે એવી મારી માંગ છે.પોલીસ દ્વારા યુવાનની થયેલ હત્યા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોય ત્યારે પોલીસ ફરિયાદ સિવાયના બીજા અન્ય નામો બહાર આવશે કે શું? એવા અનેક ચર્ચા ગ્રામજનોમાં થઈ રહી હતી. હાલ તો આ બનેલ દુખદ ઘટનાને લઈને મૃતકના પરીવારજનોમાં શોક ની કાલિમા છવાઈ ગઈ હતી

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution