બોપલ એસપી રિંગ રોડ પર ફોર્ચ્યુનર કારે થારને ઉડાવીઃ ત્રણનાં મોત

અમદાવાદ અમદાવાદમા બોપલ વકીલ બ્રીજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે ફોર્ચ્યુનર અને થાર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતા. બૂટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ થાર કારે યુટર્ન મારતાં એ જાેરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી અંદાજે ૧૫૦ ફૂટ દૂર ફેંકાઈ હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને અંદાજે ૩૦૦ મીટર દૂર સુધી ફેંકાઈ હતી. અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતાં નીચે ખાડામાં ઊતરી ગઈ હતી.ઘટનાના સીસીટીવી સામે આવ્યા જેમાં ફુલ સ્પીડમાં ફોર્ચ્યુન કાર થાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સીસીટીવીમાં જાેવા મળે છે કે માત્ર એક જ સેકન્ડમાં ફોર્ચ્યુનર થારને ઉડાવી દે છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ફોર્ચ્યુનરની સ્પીડ ૧૫૦-૨૦૦ની હતી. કારનું સ્પીડ મીટર ૨૦૦ પર બંધ થયેલું જાેવા મળ્યું હતું. ઉપરાંત સૂત્રો મુજબ, પોલીસ હદ વિવાદને કારણે ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. ફોર્ચ્યુંનર ગાડીની નંબરપ્લેટમાં ય્ત્ન૧૮ મ્દ્ભ ૯૮૦૮ નંબર છે. આ નંબર પ્લેટમાં મારુતિ કંપનીની અલ્ટો ગાડી છે. એક જ નંબરની બે ગાડી હોવી શક્ય નથી, જેથી ફોર્ચ્યુનર ગાડીની નંબરપ્લેટ ખોટી લગાવવામાં આવી . ઓન પેપર આ નંબરથી અલ્ટો ગાડીની છે. બંને કારનો અકસ્માત એટલો ગંભીર હતો કે એક મૃતદેહને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. બંને કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટનાએ પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થાની વાતો અને કડક દારૂ બધી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો.રાજ્યની સરહદો દારૂ માટે કેટલી સરળ છે તેનું આ ઘટના ઉદાહરણ છે. મોટી મોટી વાતો અને વાહ વાહી વચ્ચે પોલીસની પોકળ વાતોનો નકાબ ઉતરી ગયો હતો. માત્ર એટલુ જ નહીં, અકસ્માત થતા જ ખબર પડી કે ફોર્ચ્યુનરમાં ખચોખચ દારુ ભરેલો હતો. આ તો એક ફોર્ચ્યુનર બહાર આવી પણ દિવસમાં તો કેટલીય ગાડીઓ નીકળી જતી હશે તેવી બધી વાતો વહેતી થઇ હતી. પોલીસે એક લાખથી વધુની કિંમતનોં દારુ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં જેગુઆર કાર હતી, એ સમયે કારમાં સ્પીડ અને ફીચર્સ વિશે અનેક વાતો ઊભી થઇ હતી. ત્યાર બાદ ફરીથી હાઇ સિક્યોરિટી અને સેફ્ટી ધરાવતા કારના અકસ્માત થયા, પણ આ વખતે એરબેગ ખૂલી ગઈ, પણ જે મજબૂત ગણાય છે, એવી થાર વચ્ચેથી વળીને કોકડું થઈ ગઈ હતી, જ્યારે ફોર્ચ્યુનરની પણ એવી જ હાલત જાેવા મળી હતી. બંને હાઇ ફીચર અને સેફ્ટી કારની એર બેગ ખૂલી, પણ બચી શક્યા નહીં. ફોર્ચ્યુનર વૈષ્ણોદેવી તરફથી બોપલ તરફ આવી રહી હતી. આ ફોર્ચ્યુનરમાં ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ(રાજસ્થાન) અને રાજુરામ બિશ્નોઈ(રાજસ્થાન) સવાર હતા. જ્યારે બોપલ બ્રિજ તરફથી થાર આવી રહી હતી. આ થારમાં અજિત કાઠી અને મનીષ ભટ્ટ સવાર હતા. આ દરમિયાન થાર રાજપથ ક્લબ રોડ તરફ, એટલે કે જમણી બાજુ ટર્ન લેવા જઈ રહી હતી. ત્યારે જ એ સાઈડથી જ આવી રહેલી ફોર્ચ્યુનર અથડાઈ હતી, જેમાં મનીષ ભટ્ટ, અજિત કાઠી અને ઓમ પ્રકાશનાં મોત થઈ ગયાં હતાં. ફાયર ઓફિસર નું કહેવું છે કે અકસ્માતનોં કૉલ મળતા યોદ્ધા, ઓફિસર વાન અને ઇમરજન્સી ટેન્ડર સ્થળ પર જવા રવાના થયા હતા. જ્યાં જઈને જાેયું તો ફોર્ચ્યુનર કારમાં ડ્રાઇવરની બાજુની સીટ પર જે વ્યક્તિ હતો એ જીવીત હાલતમાં હતો. જેથી ઇમરજન્સી ટુલ્સ એવા સ્પ્રેડર અને કટરનો ઉપયોગ કરી ફોર્ચ્યુનર કારના દરવાજા તોડ્યા અને સીટને ડિસમેન્ટલ કરીને જે ફસાયેલી વ્યક્તિ હતી. તેને બહાર કાઢ્યો હતો. તેની ઉંમર અંદાજે ૩૦ વર્ષ જેટલી હતી. ગાડીમાં સર્ચ કર્યું તો માત્ર દારુની બોટલો અને બિયરના ટીન હતા. વધુમાં કહ્યું કે, આ ઓપરેશનની સાથે સાથે અંદાજે ૧૫૦ મીટર દૂર સર્વિસ રોડ પર થાર ગાડી હતી. એક તરફ પલટી ગયેલી હાલતમાં પડી હતી. જેથી ત્યાં જઈ તપાસ કરી તો ગાડીમાં એક વ્યક્તિ હતો. જેથી ડ્રાઇવર સીટ પર એક વ્યક્તિ હતી તેને દરવાજા અને ગ્લાસ તોડી બહાર કાઢ્યો હતો.જેને ૧૦૮એ મૃત જાહેર કર્યા હતા. જ્યારે થાર ગાડીથી ૧૦૦ મીટર દૂર અન્ય એક વ્યક્તિ પણ પડેલી હતી. પરંતુ આ વ્યક્તિ ગાડીમાંથી બહાર નીકળી ગઈ હતી કે કોઈ રાહદારી હતા એની માહિતી નથી. કારમાંથી કેવી રીતે ઉછળીને પડે? એ નવાઈની વાત છે. આ કાર તો બંધ હતી અને કાચ પણ પ્રોપર હતા. એ વ્યક્તિની બોડી પર સિંગલ સ્ક્રેચ નથી. કોઈ માણસ ઉછળીને પડે તો કંઈક તો વાગ્યું હોયને. એ ભાઈને પણ ૧૦૮એ મૃત જાહેર કર્યા.બંને કાર વચ્ચે આટલો ગંભીર અકસ્માત થયો હતો કે કેમ તે અંગે પણ સવાલ છે? કારણ કે થાર ગાડી ખૂબ દૂર ઉછળીને પડી હતી. ફોર્ચ્યુનર કાર જ્યાં અકસ્માત સર્જ્‌યો હતો, ત્યાં ડિવાઈડરની વચ્ચે જે જાળી લગાવેલી હતી, તે તમામ ગાડીએ તોડીને અકસ્માત કર્યો હતો અને ચારે એર બેગ ખુલ્લી ફાટી ગયેલી હાલતમાં હતી. સવારે અકસ્માતની ઘટના બની હતી. ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ અમદાવાદ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ બંને વચ્ચે હદને લઈ વિવાદ પણ થયો હતો. ફોર્ચ્યુનરના ચાલક ઓમ પ્રકાશ અને થાર ગાડીમાં સવાર અજિત કાઠી તથા મનીષ ભટ્ટનાં મોત થઈ ગયાં. ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. જ્યારે થાર ગાડીના ચાલકો વિરમગામથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા. અજિત કાઠી કથિત બૂટલેગર, મર્ડરનો આરોપી હતો. થોડા સમય પહેલાં જ તેને વિરમગામમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મળ્યા હતા તેમજ બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને સંતાનમાં એક વર્ષનું બાળક છે. જ્યારે તેના પિતા ભરત કાઠીએ વિરમગામ શહેરમાં ભાજપનાં કોર્પોરેટરના પતિની હત્યા કરી હતી અને તેઓ જેલમાં બંધ છે.ઓમ પ્રકાશનાં સ્વજનોએ જણાવ્યું હતું કે ઓમ પ્રકાશ રાજસ્થાનના બાડમેરમાં ગૌશાળા ચલાવતા હતા. ઓમ પ્રકાશ રાત્રે ગૌશાળામાં દાન ભેગું કરવા માટે જાગરણ પણ કરતા હતા. તેઓ ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક હતા. ફોર્ચ્યુનર ગાડી પણ ઓમ પ્રકાશની હતી. આ ગાડીમાં દારૂ ભરીને તે અમદાવાદ શા માટે આવ્યો એ અંગે અમને ખબર નથી. તેની સાથે આવેલો રાજેન્દ્ર સાહુ પણ નજીકના ગામનો જ છે. ઓમ પ્રકાશનું આ રીતે અકસ્માતમાં મોત થશે એવું ક્યારેય વિચાર્યું જ નહોતું.મનીષ ભટ્ટના સ્વજને જણાવ્યું હતું કે મનીષ રિયલ એસ્ટેટમાં દલાલીનું કામ કરે છે. વિરમગામથી તે ગામના જ પરિચિત અજિત કાઠી સાથે પરત આવી રહ્યો હતો. રાતે તે આવે તેની રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ વહેલી સવારે અકસ્માત થયો એવી વાત જાણવા મળી અને સોલા સિવિલ આવ્યા ત્યારે તેનો મૃતદેહ જાેવા મળ્યો એટલે ધ્રાસકો લાગ્યો. મનીષ છેલ્લા કેટલાક સમયથી સાબરમતી જ રહેવા આવ્યો હતો.અજિત કાઠીના સ્વજને જણાવ્યું હતું કે શેલા અમારા પરિચિતનું ઘર છે, ત્યાં અજિત અવારનવાર અવરજવર કરતો હતો. આજે સવારે અચાનક જ અજિતના અકસ્માતના સમાચાર મળ્યા છે. મૃતક અજિત કાઠીને વિરમગામમાંથી તડીપાર કરવામાં આવ્યો છે. બે વર્ષ અગાઉ જ તેના લગ્ન થયા હતા તેને એક વર્ષનું બાળક પણ છે.

ફોર્ચ્યુનરના ડ્રાઇવરનું લોરેન્સ બિશ્નોઈ સાથે કનેક્શન?

અકસ્માતમાં ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી. જેમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે દારૂથી ખીચોખીચ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગ(લોરેન્સ વાળી બિશ્નોઈ ગેંગ નહીં)નો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ ગેંગ માથું ઊંચકી રહી છે તેવું લાગી રહ્યું છે. કેટલીક એજન્સીના અધિકારીઓ પણ આ બાબતે ચિંતિત છે કે, ભવિષ્યમાં બુટલેગરોની ગેંગ વચ્ચે ગેંગવોર થઈ શકે છે. ગુજરાતમાં વિનોદ સિંધી કંપની દારૂ સપ્લાય કરતી જે તૂટી જતા હવે બિશ્નોઈ અને જાટ ગુજરાતમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય કરે છે.ગુજરાતના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી બિશ્નોઈ અને જાટ દારૂની સપ્લાય કરે છે. ગુજરાતની વિનોદ સિંધી કંપની તૂટી જતા બહારની ગેંગ આવીને દારૂ સપ્લાય કરે છે. જેમાં બિશ્નોઈ ગેંગ લોરેન્સ સાથે સંકળાયેલી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી.

ગુજરાતનો સૌથી મોટો દારૂનો ડીલર વિનોદ સિંધી દુબઈમાં

ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતમાં દારૂના નેટવર્કને તોડી પાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતનો સૌથી મોટો દારૂનો ડીલર વિનોદ સિંધી દુબઈ ભાગી ગયો છે. તે હજી પાછો આવ્યો નથી. પરંતુ તેની વ્યવસ્થિત ગોઠવેલી કંપની જે દારૂનો વેપાર કરતી હતી તેના હવે ટુકડા થઈ ગયા છે. અન્ય રાજ્યની દારૂની ગેંગ ગુજરાતમાં એક્ટિવ થઈ છે. જેમાં ખાસ કરીને રાજસ્થાન ભરતપુર પાસેથી બિશ્નોઈ ગેંગ અને હરિયાણાના કેટલાક ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા જાતે જ આવે છે. તેમના અને સ્થાનિક બુટલેગરો વચ્ચે અનેક વખત ઘર્ષણ થયું હોય તેવી તમામ વાતો બહાર આવી.

પોલીસ સામે જ લોકો બિયરના ટીન તોડીને પી ગયાના દ્રશ્યો સામે આવ્યા

 એસપી રીંગ રોડ પર બોપલ નજીક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત ફોર્ચ્યુનર કાર અને થાર કાર ચાલક વચ્ચે સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. પોલીસને ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો અને બિયરની બોટલ મળી આવી હતી. અકસ્માત બાદ ઘટના જાેવા આવેલા લોકોએ દારૂ અને બિયરની બોટલોની રીત સરની લૂંટ ચલાવી હોય તેવી તસવીરો સામે આવી. પોલીસ સામે જ કેટલાક લોકો તો બિયરના ટીન તોડીને પી ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. જાેકે વધુ વિવાદ ન વકરે તે પહેલા દારૂનો મુદ્દામાલ પોલીસે હટાવી દીધો હતો.આ જાેઈને સવાલ ઉઠે છે કે શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કોઈ નિયમ કે કાયદા છે ખરા?

તમામ એજન્સીએ પીછો ન કર્યો હોવાની વાત કહી

શહેરમાં થયેલા ભયાવહ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.અકસ્માતની ઘટના બાદ ગુજરાત પોલીસની જીસ્ઝ્ર સહિતની એજન્સીના નામ અને કામ ચર્ચામાં આવ્યા હતા. અમદાવાદ ટ્રાફિક પોલીસને હાથ લાગેલા ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પરથી અનેક બાબતો સ્પષ્ટ થાય છે. સામાન્ય સ્પીડમાં વળાંક લઈ રહેલી થારને ટક્કર મારનારી ફોર્ચ્યુનર અતિ સ્પીડમાં હતી. અકસ્માત બાદ વાયરલ થયેલા ફોટોમાં ફોર્ચ્યુનરનો ગતિ કાંટો ૨૦૦ દ્ભસ્ પર ચોંટી ગયો હોવાનું દેખાય છે. ફોર્ચ્યુનર અતિ ગતિએ ચલાવવા પાછળ કોઈ પીછો કરતું હોય તેવી વાતો વહેતી થઈ હતી. જેથી ગુજરાત પોલીસની એજન્સી જીસ્ઝ્ર, અમદાવાદ પીસીબી,અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓએ પીછો કરવાના પ્રશ્નને લઈને સ્પષ્ટ ના પાડી હતી. તો પછી ફોર્ચ્યુનર આટલી સ્પીડે કેમ જઈ રહી હતી તે તપાસનો મુદ્દો બન્યો હતો.

મૃતક અજિત કાઠી વીરમગામ નગરપાલિકાના ભાજપનાં કોર્પોરેટર સોનલબેન ગામોટના પતિની હત્યાના કાવતરામાં સામેલ હતો

વીરમગામ નગરપાલિકા ભાજપનાં મહિલા કોર્પોરેટર સોનલબેન ગામોટના પતિ હર્ષદકુમાર ગામોટ(જાેષી)ની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હર્ષદકુમાર ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સાંજે પોતાના અષ્ટવિનાયક રેસિડેન્સી ઘરેથી બાઈક પર રેલવે ઓવરબ્રિજ ઉપરથી ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલી ફોર-વ્હીલે બાઇકને ટક્કર મારતાં નીચે પછાડી દીધા હતા. બાદમાં ફોર-વ્હીલમાંથી હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી હર્ષદકુમારને પતાવી દીધા હતા. બાદમાં પોલીસે એભલ કાઠી, ભભલુ કાઠી અને અજિત કાઠી ( અકસ્માતમાં મોતને ભેટનાર)ની ધરપકડ કરી હતી. હત્યાના આરોપી ભરત કાઠીની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટ કાર્યવાહી બાદ તે જેલમાં ધકેલાયો હતો. ભરત કાઠી હાલ જેલમાં બંધ છે.

એસપી રિંગ રોડ દારૂની ડિલિવરી અને કટીંગ માટે અનેક વખત બદનામ થયો

અમદાવાદનો એસપી રિંગ રોડ અને અડીને આવેલા પોલીસ મથકો દારૂની ડિલિવરી અને કટીંગ માટે અનેક વખત બદનામ થયા હતા.જ્યાં અનેક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં રેડ કરી છે તેમ છતાં આ ગતિ વિધિ ચાલુ હોવાનું પણ ચર્ચા છે.થોડા સમય પહેલા એક પોલીસ કર્મચારીને બુટલેગરની કારે ઉડાડી દીધો અને તેમનું મોત થયું હતુ. આમ છતાં પણ બુટલેગરો બેફામ છે અને હવે આબુ, સાંચોર અને અન્ય બોર્ડરથી ગુજરાતમાં બિશ્નોઈ અને જાટ દારૂનું કટીંગ અને ડિલિવરી કરી રહ્યા છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે પહેલા વિનોદ સિંધીની કંપની એક સાથે દારૂની ડિલિવરી કરાવતી હતી, ત્યારે હવે તેમણે કમિશનથી આખો કારોબાર શરૂ કર્યો છે અને તેમાં રાજસ્થાન અને હરિયાણાની ગેંગ એક્ટિવ થઈ હોવાની વાતો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution