ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ અટલના નામ પર પાર્ટી બનાવી


રાંચી:ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર એક નવી પાર્ટી બનાવી છે. ‘અટલ વિચાર મંચ‘ના નામથી બનેલી આ પાર્ટી ઝારખંડની તમામ ૮૧ સીટો પર ચૂંટણી લડશે. હજારીબાગમાં પાર્ટીની રચના સમયે તેમણે ભાજપ પર અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોથી દૂર જવાનો આરોપ લગાવ્યો હતો. તેણે આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ સરમા પર પણ જાેરદાર પ્રહારો કર્યા છે અને રાજ્ય સરકારને તેમની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાની રાજકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ‘અટલ વિચાર મંચ‘ નામની આ પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. યશવંત સિંહાના આ પગલા બાદ ભાજપમાં રાજકારણ ગરમાયું છે.

અટલ બિહારી વાજપેયીની પૌત્રી અંજલિ મિશ્રાએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની પાર્ટી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સપનાને સાકાર કરવા માટે કામ કરી રહી છે. તેમની નીતિઓને પગલે આજે દેશના ૮૦ કરોડ ગરીબોને દર મહિને રાશન આપવામાં આવી રહ્યું છે, મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત કરવામાં આવી રહી છે અને પીએમ આવાસ યોજના હેઠળ કરોડો ગરીબોને ઘર આપવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અંત્યોદયના વિકાસના અટલ બિહારી વાજપેયીના વિઝનને પૂર્ણ કરી રહી છે. તેમણે કહ્યું કે ગરીબોના વિકાસની સાથે કેન્દ્ર સરકાર દેશને વૈશ્વિક મહાસત્તા બનાવવા માટે પણ કામ કરી રહી છે. એક સમયે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે પોખરણ પરમાણુ વિસ્ફોટ કરીને વિશ્વમાં પોતાની ઓળખ બનાવી હતી. આજે તેમના કામને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે કામ કરી રહ્યા છે. શ્રાવસ્તી લોકસભા મતવિસ્તારમાં સમાજ સેવાના કામ સાથે સંકળાયેલી અંજલિ મિશ્રાએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીના નામ પર ગમે તેટલી પાર્ટીઓ બનાવવામાં આવે પણ અટલ બિહારી વાજપેયીનું નામ માત્ર ભાજપ સાથે જ જાેડાયેલું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution