દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલની ભારતીય ટીમના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્તિ


નવી દિલ્હી:થોડી રાહ જાેયા બાદ ભારતીય ક્રિકેટ ટીમને નવો બોલિંગ કોચ પણ મળ્યો છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, બીસીસીઆઈના સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે મોર્ને મોર્કેલને વરિષ્ઠ ભારતીય પુરુષ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જુલાઈમાં ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા બાદ હવે ટીમમાં બોલિંગ કોચની અછત પણ ભરાઈ ગઈ છે. મોર્ને મોર્કેલનો કાર્યકાળ ૧ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પહેલા ગૌતમ ગંભીરને ૨૦૨૭ સુધી ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો હતો. ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ તેની પસંદગીના ઘણા કોચને સપોર્ટ સ્ટાફ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. બોલિંગ કોચ માટે ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારના નામની ચર્ચા થઈ હતી, પરંતુ અંતે બોલિંગ કોચ તરીકે મોર્ને મોર્કેલની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા મોર્ને મોર્કેલ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે. ગૌતમ ગંભીર લખનૌ સુપરજાયન્ટના મેન્ટર તરીકે અને બોલિંગ કોચ તરીકે મોર્ને મોર્કેલ તરીકે સેવા આપી ચુક્યા છે, અગાઉ અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટને સપોર્ટ સ્ટાફ તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. બંનેએ કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગૌતમ ગંભીર સાથે કામ કર્યું છે. તે જ સમયે, ટી દિલીપનો કાર્યકાળ ફિલ્ડિંગ કોચ તરીકે લંબાવવામાં આવ્યો હતો, મોર્ને મોર્કેલના આંકડાની વાત કરીએ તો, તેણે ૮૬ ટેસ્ટ, ૧૪૪ વનડે અને ૪૪ ટી૨૦ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની પાસે ૧૬૦ ઇનિંગ્સમાં ૩૦૯ વિકેટ છે,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution