ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખે હોદ્દાનો દુરુપયોગ કરીને પુત્રવધૂને ૨૬ દુકાન ફાળવી

આણંદ , ખંભાત નગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૦ માં ત્રંબાવટી કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૬ દુકાનો બનાવી પાલિકા પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય દ્વારા હરાજી કરાઈ હતી. જેમાં ૧૭ નંબરની દુકાન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય દ્વારા પાલિકામાં કામ કરતી પુત્રવધુ પરેશાબેન અરવિંદભાઈ શાહ ને કરાર કરી ફાળવી દેવામાં આવી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં રજૂઆત કરી હતી. જેના પગલે પ્રાદેશિક કમિશ્નરની કચેરી વડોદરાએ કોમ્પલેક્ષની ૨૬ દુકાન પૂર્વ પાલિકા પ્રમુખ સત્તાનો દૂર ઉપયોગ કરીને પુત્રવધુના નામે દૂકાન ફાળવી દિધી હતી. તે બાબતે અરજદાર અરૂણભાઇ કાભઈભાઈ ગોહેલ દ્વારા ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય તથા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ ઠરાવમાં બનાવેલ તંબાવટી કોમ્પ્લેક્સના ફ્લોર પર ૧૭ નંબરની દુકાન હરાજી થી પરેશાબેન અરવિંદભાઈ શાહને તેમના નામનો કરાર કરી ઠરાવ કરી આપી દીધેલ છે. પરેશાબેન અરવિંદભાઈ શાહ નગરપાલિકામાં નોકરી કરે છે જેથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ વિવિધ કલમો હેઠળ તેઓને છૂટા કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેને પગલે પ્રાદેશિક કમિશનર વડોદરા ની કોર્ટ દ્વારા ખંભાત નગરપાલિકા વર્તમાન ચીફ ઓફિસર, પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત પદાધિકારીઓને નોટિસ આપી કેસ ચલાવવામાં આવેલ જેમાં ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસરનો ૨૦ /૮ /૨૪ ની મુદતનો લેખિત જવાબ આપ્યો હતો ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર ગણાત્રા દ્વારા લેખિત જવાબ રજૂ કરી જણાવ્યું હતું કે પરેશાબેન અરવિંદભાઈ શાહને નગરપાલિકામાં કર્મચારી તરીકે નોકરી કરે છે. તેઓ દ્વારા ૧/૨/ ૨૦૨૦ ના રોજ ખંભાત નગરપાલિકાના ત્રંબાવાટી કોમ્પલેક્ષની દુકાનોની હરાજીમાં ભાગ લઈ દુકાન નંબર ૧૭ હરાજી થી મેળવેલ છે જેને ખંભાત નગરપાલિકાની કારોબારી સમિતિ ઠરાવ મંજૂર કરવામાં આવેલ છે આ દુકાનોની હરાજી ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળની મંજૂરી વગર કરવામાં આવેલ હોય પ્રથમ દ્રષ્ટિએ તેઓએ દુકાન હોદ્દાનો દુરુપયોગ કરી આઉટ ઓફ ટર્ન મેળવી હોવાનું લાગે છે. પ્રાદેશિક કમિશનર એસપી ભગોરા દ્વારા અરજદારની અરજી ગ્રાહ્ય રાખી ખંભાત નગરપાલિકાનો ત્રંબાવાટી કોમ્પ્લેક્સનો ૫૭૮ નંબરનો ઠરાવ રદ કરવા આદેશ કરાયો છે. ખોટા ઠરાવો કરનાર સંબંધિત હોદ્દેદારો અને પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ દુકાન ગેર કાયદે લેનાર નગરપાલિક નોકરી કરતાં પરેશાબેન અરવિંદ શાહ સામે કાયદેસરની શિસ્ત વિષયક કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે, સાથે જ વર્તમાન ઓફિસરને નગરપાલિકાને જે નાણાકીય તથા આર્થિક નુકસાન થયેલ છે તે તમામ રકમ જે તે સમયગાળાના તત્કાલીન આ ખોટા ઠરાવો કરનાર સંબંધિત હોદ્દેદારો અને પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution