નડિયાદ-
નડિયાદના ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને શહેરના નામાંકિત બિલ્ડર દિલિપ શાહે પોતાના ફાર્મ હાઉસમાં આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા એલસીબી તેમજ નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દિલિપ શાહનો પરિવાર પણ ફાર્મ હાઉસ પર આવી પહોંચ્યો છે.
દિલિપ શાહનો મૃતહેદ ફાર્મહાઉની બહાર ઓસરીમાં એક ખાટલામાંથી મળ્યો હતો.
તેઓના મૃતહેદની પાસે એક ગન પણ મળી આવી હતી. દિલિપ શાહે આપઘાત કર્યો છે કે તેમની હત્યા થઈ છે તે બાબતે પોલીસ તપાસ શરૂ થઈ છે.