બિહાર
જન અધિકારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પપ્યુ યાદવની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપ ખુદ પપ્પુ યાદવે ટ્વિટ કરીને લગાવ્યો છે. તેમણે કહ્યું કે મારી ધરપકડ કરીને પટનાના ગાંધી મેદાનમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસે પણ તેમની ધરપકડની વાતની પુષ્ટિ કરી છે. મંગળવારે સવારે પપ્પુ યાદવના પટના સ્થિત આવાસ પર પોલીસની એક ટીમ પહોંચી અને ત્યારબાદ તેની ધરપકડ કરી. થડા દિવસો પહેલા જ પપ્પુ યાદવે ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રુડીના એમ્બ્યુલન્સને લઇને સવાલ ઉઠાવ્યા છે.
પપ્યુ યાદવ પર બિહારમાં શરુ લોકડાઉનનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સિવાય પપ્પુ યાદવ પર સરકારી કામમાં વિઘ્ન નાંખવાનો પણ આરોપ લાગ્યો છે. મળતી માહિતિ પ્રમાણે પપ્પુ યાદવ પાસ વગર આજે સવારે પીએમસીએચના કોરોના વોર્ડમાં ઘુસ્યા હતા. આ સિવાય જે તેમે પોતાના ક્ષેત્ર મધેપુરામાં જવાનો પ્લાન પણ બનાવ્યો હતો. પોલીસે આ પહેલા પણ તેમને પાસ બનાવીને નિકળવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ પપ્યુ યાદવ સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રુડા સાંસદ ફંડમાંથી ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સની પોલ ખુલ્યા બાદ સારણના અમનૌરમાં પપ્પુ યાદવ સામે લોકડાઉનના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો હતો. આજે પપ્પુ યાદવે એક ટ્વિટ કરીને કહ્યું કે કોરોનાકાળમાં જિંદગીઓ બચાવવા માટે જીવ હથેળી પર રાખીને ફરવું અપરાધ છે, તો હું અપરાધી છું. PM સાહેબ, CM સાહેબ ફાંસી આપો કે જેલમાં મોકલો હું લોકોને બચાવતો રહીશ.