મણિપુરના કાંગપોકપીના વિસ્ફોટમાં પૂર્વ ધારાસભ્યની પત્નીનું મોત નીપજ્યું

ઇમ્ફાલ: મણિપુરમાં હિંસા અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બોમ્બ વિસ્ફોટમાં પૂર્વ ધારાસભ્યની પત્નીનું મોત થયું હતું. તેંગ્નૌપાલ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની ગોળીબારમાં એક આતંકવાદી સહિત ત્રણ ગ્રામીણ સ્વયંસેવકો માર્યા ગયા હતા.આ સંબંધમાં અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, કાંગપોકપી જિલ્લામાં સૈકુલના પૂર્વ ધારાસભ્ય યુમથોંગ હાઓકિપના ઘરની નજીક સ્થિત ઘરમાં શનિવારે સાંજે બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં હાઓકીપની બીજી પત્ની સપન ચારુબાલા ઘાયલ થઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જાે કે બ્લાસ્ટ સમયે હાઓકીપ પણ ઘરે હાજર હતો, પરંતુ હાલ પોલીસ બોમ્બ બ્લાસ્ટની તપાસ કરી રહી છે.મણિપુરના તેંગ્નૌપાલમાં આતંકવાદીઓ અને ગામના સ્વયંસેવકો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક જ સમુદાયના ચાર ગ્રામીણ સ્વયંસેવકોના મોત થયા હતા. ગ્રામીણ સ્વયંસેવકો અને યુનાઈટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (ેંદ્ભન્હ્લ) વચ્ચે અથડામણ થઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution