અમદાવાદ-
ગુજરાતમાં કોરોના વાયરસની હાલત હજુ પણ ગંભીર છે,ત્યારે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ કોરોના સંક્રમિત થયા છે. આ વિશેની માહિતી રજની પટેલે ટ્વીટ કરી આપી છે.
રજની પટેલે લખ્યું છે કે નમસ્તે હું 4 દિવસ પહેલા કોવિડ 19 થી સંક્રમિત થયો છું,હાલ હું હોમકોરોન્ટાઇન છું. ઈશ્વર કૃપાથી મારી તબિયત સારી છે.જેથી મારા સંપર્કમાં આવેલા તમામને તકેદારી રાખવા અનુરોધ કરું છું અને તે લોકો પણ ટેસ્ટ કરાવી લે.