પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રતિભા બતાવશે


નવી દિલ્હી:અનુભવી ભારતીય બેટ્‌સમેન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ હવે તેનો પુત્ર તેની છાપ છોડવા માટે તૈયાર છે. દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને ભારતની અંડર-૧૯ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમ સામે મલ્ટિ-ફોર્મેટ શ્રેણી રમશે.બીસીસીઆઇએ નિવેદન દ્વારા ભારતની અંડર-૧૯ ટીમની જાહેરાત કરી છે. જે પુડુચેરીમાં વન-ડે મેચ રમશે. જ્યારે ચાર દિવસીય મેચ ચેન્નાઈમાં રમાશે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે એક મીડિયા નિવેદનમાં કહ્યું, ‘જુનિયર સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ સામે આગામી મલ્ટી-ફોર્મેટની હોમ સિરીઝ માટે ભારતની અંડર-૧૯ ટીમની પસંદગી કરી છે. આ શ્રેણીમાં, પુડુચેરીમાં ત્રણ ૫૦ ઓવરની મેચો અને બે ચાર દિવસીય મેચો રમાશે અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના મોહમ્મદ અમાન વન ડે શ્રેણીમાં ભારતની અંડર-૧૯ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સોહમ પટવર્ધન ભારતની અંડર-૧૯ ટીમનું નેતૃત્વ કરશે. ચાર દિવસીય શ્રેણી માટે અંડર-૧૯ ટીમનું નેતૃત્વ કરશે. બંને ટીમમાં સમિત દ્રવિડનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડનો ૧૮ વર્ષનો સમિત જમણા હાથનો બેટ્‌સમેન છે.તાજેતરમાં જ તેણે કેસીએસએની મહારાજા ટ્રોફીમાં પોતાની પાવર હિટિંગ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે ૨૧ સપ્ટેમ્બરથી ચાર દિવસીય શ્રેણીની શરૂઆત થશે. ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution